બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આજે ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં થશે મેઘમહેર
Last Updated: 08:44 AM, 22 June 2024
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે. જો કે, એવા ઘણા રાજ્યો છે જ્યાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી અને ત્યાં અત્યંત ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશનાં પશ્ચિમ ભાગો, ઓડિશા અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ગરમી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઓરાઈ (પશ્ચિમ ઉત્તર પ્રદેશ)માં 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ADVERTISEMENT
આ રાજ્યોમાં પડી રહી છે આકરી ગરમી
હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર મધ્યપ્રદેશ, હરિયાણા-દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. સિરસા (હરિયાણા)માં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ADVERTISEMENT
9 રાજ્યોમાં થશે ભારે વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ-પુંડિચેરી, કરાઈકલ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન અહીં 115.5-204.4 મીમી વરસાદ નોંધી શકાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
આગામી 3 દિવસમાં ચોમાસું અહીં પહોંચી જશે
હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3-4 દિવસમાં ચોમાસું પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના વધુ ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે ચોમાસું જામશે! અમદાવાદ, પંચમહાલ.., જાણો આજે કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી
કેવું રહેશે દિલ્હી-NCRનું હવામાન?
ADVERTISEMENT
શુક્રવારે દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્હીમાં કાળઝાળ ગરમીમાંથી રાહતની આગાહી કરી છે અને શનિવાર અને રવિવારે આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.