બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:09 AM, 17 September 2024
ભારતમાં ચોમાસું જૂનમાં શરૂ થાય છે અને ધીમે ધીમે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું ખતમ થઈ જાય છે. જેમ જેમ સપ્ટેમ્બર આગળ વધે છે તેમ વરસાદ ઓછો થતો જાય છે. જ્યારે દિલ્હી એનસીઆરમાં વરસાદે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અગાઉનો રેકોર્ડ તો તોડી જ નાખ્યો છે, પણ જયારે ચોમાસાની વાપસીનો સમય છે, ત્યારે ભારતના પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે મંગળવારે ઝારખંડ અને બિહારમાં મુશળધાર વરસાદની સંભાવના છે. જયારે દિલ્હી-એનસીઆરમાં હવામાન સાફ રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ ઉપર ગંભીર ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે આસપાસના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે સતત ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઝારખંડ હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ડીપ ડિપ્રેશન હોવાથી વાવાઝોડાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો અને આસપાસના રાજ્યોમાં 45 થી 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેમજ સતત વરસાદના કારણે વાવાઝોડાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં માછીમારોને ન જવાની સલાહ આપી છે.
દિલ્હી-NCRમાં રહેશે વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને ઝારખંડના સમગ્ર ભાગમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઝારખંડમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જે અંગે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે બિહાર અને ઉત્તરાખંડમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સપ્ટેમ્બરના લગભગ અડધા મહિના સુધી દિલ્હી NCRમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં આખા મહિનાનો વરસાદનો ક્વોટા પૂરો થઈ ગયો હતો, પરંતુ રવિવારથી વરસાદ બંધ થઈ ગયો છે. આકાશ વાદળછાયું છે પરંતુ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી. IMDએ કહ્યું કે બુધવારથી દિલ્હી NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
રાજસ્થાનમાં વરસાદની શક્યતા
રાજસ્થાનમાં ફરી એકવાર વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પરના ડીપ પ્રેશર વિસ્તારને કારણે રાજસ્થાનમાં વરસાદની સંભાવના વધુ વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 17, 18 અને 19 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
આ પણ વાંચો: વંદે ભારતને લીલી ઝંડી દેખાડવાની મચી હોડ, ધક્કા-મુક્કીમાં ટ્રેન સામે પડ્યાં MLA
ઉત્તરાખંડમાં વરસાદથી રાહત નથી
ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે હળવો તડકો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ત્રણથી ચાર દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડું અને હળવા વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં પણ થઈ શકે છે હળવો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. જોકે કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.