બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વરસાદી તોફાનના સુસવાટા! 5 રાજ્યોમાં દે ધનાધનની આગાહી, ક્યારે થશે બરફવર્ષા?

આજનું હવામાન / વરસાદી તોફાનના સુસવાટા! 5 રાજ્યોમાં દે ધનાધનની આગાહી, ક્યારે થશે બરફવર્ષા?

Last Updated: 08:46 AM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે તમિલનાડુમાં 3 દિવસ સુધી ચક્રવાતી પવન અને ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને પહાડો પર હિમવર્ષા થશે. દિલ્હીમાં પણ દિવાળી પછી ઠંડી વધશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, તમિલનાડુમાં આજે, આવતી કાલે અને ગુરુવારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે જ્યારે દરિયામાં ઉછળતા મોજા કિનારા સાથે ટકરાશે તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તરપૂર્વ ભારતમાંથી પરત ફરી ગયું છે. આજે આસામે મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશથી પણ ચોમાસાએ વિદાઈ લઈ લીધી છે.

આગામી 2 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાંથી પણ ચોમાસાની વાપસી થઈ જશે. મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદ પડશે. જેના કારણે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે. નવેમ્બરમાં દિવાળી પછી પહાડોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. જો કે હિમવર્ષા ડિસેમ્બરમાં થાય છે, પરંતુ આ વખતે નવેમ્બરમાં હિમવર્ષા થવાની શક્યતાઓ વધી રહી છે. જયારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.

આંધ્રપ્રદેશમાં તોફાન અને વરસાદ પડશે

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે, જે લો પ્રેશર એરિયામાં બદલાઈ જશે. બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં આવેલ લો પ્રેશર વિસ્તાર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડશે.

PROMOTIONAL 6

કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડશે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને કેરળ-તમિલનાડુ-કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તમિલનાડુમાં 16 ઓક્ટોબરે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં, રાયલસીમા, યનમમાં વીજળી પડી શકે છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના સીએમએ લોકોને ઘરની બહાર ન નીકળવા અને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી છે. રાજ્યના 4 જિલ્લા ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. માછીમારોને 17 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. એનડીઆરએફ, ટીડીઆરએફને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ખાડીમાં દબાણ સર્જાયું! નવા વાવાઝોડાના એંધાણ, મુંબઈમાં IMDએ આપ્યું એલર્ટ

ઉત્તર ભારતમાં વધશે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ પડશે તો ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને પહાડોમાં હિમવર્ષા થશે. આ સપ્તાહના અંત સુધીમાં દિલ્હીમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે અને આવતીકાલે હળવા વાદળો હોઈ શકે છે. આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી રહી શકે છે. લઘુત્તમ તાપમાન 16 થી 17 ડિગ્રી હોઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ ઠંડી વધવા લાગી છે. આવતા સપ્તાહે બિહાર અને મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Today Weather Forecast Heavy Rainfall Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ