IMD warning: find safe shelter: rain and hailstrorms predicted in India including Gujarat
સમાચાર ટૂંકમાં /
વૃક્ષોથી દૂર રહો, ઈલેક્ટ્રિક સાધનોના પ્લગ કાઢી નાંખો: કરા સાથે વરસાદની આગાહી થતાં હવામાન વિભાગે આપી એડવાઇઝરી
Team VTV06:50 PM, 15 Mar 23
| Updated: 06:54 PM, 15 Mar 23
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવનારાં દિવસોમાં ભારતનાં કેટલાક ભાગોમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગની ચેતવણી
આવનારા દિવસોમાં દેશમાં પડશે કરા સાથે વરસાદ
લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા આપ્યું સૂચન
ભારતીય હવામાન વિભાગે IMDએ લોકોને ચેતવણી આપતાં જણાવ્યું કે ભારતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં આવનારાં દિવસોમાં વરસાદ અને કરાં પડી શકે છે. વિભાગે જનતાને ઘરની અંદર રહેવા, બારી-બારણાં બંધ રાખવા અને સંભવ હોય ત્યાં સુધી ટ્રાવેલિંગ ટાળવાનું સૂચન આપેલ છે.
IMDએ લોકોને સંદેશો આપ્યો
IMDએ લોકોને સંદેશો આપતાં કહ્યું કે 'સુરક્ષિત ઘરમાં રહો. ઝાડની નીચે રહેવાનું ટાળો. ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ટાળો અને તેને અનપ્લગ રાખો. જળાશયોમાંથી તાત્કાલિક બહાર નિકળો...'
ગુજરાતમાં કયાં પડશે વરસાદ?
આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આજે કેટલાક વિસ્તારમાં હિલસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16, 17, 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
16 અને 17 માર્ચે આ વિસ્તારમાં માવઠાની સંભાવના
16 માર્ચે ગાજવીજ સાથે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, અને કચ્છમાં માવઠાની સંભાવના છે. સાથે જ 17 માર્ચે સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અને અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના. 18 માર્ચે તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, નવસારી અને દમણમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.