દક્ષિણ અંદમાન સાગરમાં એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર વધવાની સંભાવના દેખાઇ રહી છે. આવનારાં 4-5 દિવસો સુધી કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ રાજ્યોમાં 5 દિવસ પડશે વરસાદ
હવામાન વિભાગે આપી ચેતવણી
દક્ષિણ અંદમાન સાગરમાં હવાનું દબાણ વધવાની સંભાવના
પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા થવાની અસર દક્ષિણી રાજ્યોમાં દેખાઇ રહી છે. દક્ષિણનાં રાજ્યોમાં આવનારાં 4 થી 5 દિવસો સુધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપતાં જણાવ્યું કે દેશનાં વિભિન્ન વિસ્તારોમાં ઝડપી પવન, વરસાદ અને ધુમ્મસનાં ટ્રિપલ અટેક થવાની સંભાવના છે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગ અનુસાર આવનારાં 4થી 5 દિવસો સુધી કર્ણાટક, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપમાં મધ્યમગતિએ વરસાદ થવાની છે. આ સિવાય 3 ડિસેમ્બરનાં તમિલનાડુમાં ભારે વરસાદ થવાનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
Above normal temperatures predicted in many parts of northwest India from Dec to Feb: IMD
4 ડિસેમ્બરનાં ચક્રવાતનું આગમન
4 ડિસેમ્બર 2022ની આસપાસ દક્ષિણ અંદમાન સાગરમાં એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર ઊભરાવાની શક્યતાઓ છે. જેનો પ્રભાવ 5 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેના નજીકનાં તટીય દક્ષિણ અંદમાન સાગરની ઉપર ઓછા દબાણની સ્થિતી સર્જાઇ શકે છે. આ ચક્રવાત પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો તરફ અને આવનારાં 48 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાળી પર દબાણનાં રૂપમાં કેન્દ્રીત થવાની સંભાવનાં દેખાઇ રહી છે. આ બાદ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમની તરફ અને 8 ડિસેમ્બરનાં તમિલનાડુ-પોંડીચેરીનાં તટની નજીક પહોંચવાની સંભાવના છે.
હવામાન વિભાગનું અનુમાન
હવામાન વિભાગ અનુસાર 4 ડિસેમ્બરનાં નિકોબાર દ્વીપ સમૂહો પર અને 5 ડિસેમ્બર 2022નાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો પર ભારે વરસાદની સંભાવના દેખાઇ રહી છે. તો 4 ડિસેમ્બરનાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો, અંદમાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં તૂફાની વાતાવરણ એટલે કે 40-45 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને સમુદ્રકિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.