બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, તો આ રાજ્યોમાં અનુભવાશે ઠંડીનો ભારે ચમકારો, જાણો IMD અપડેટ

દેશનું હવામાન / 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, તો આ રાજ્યોમાં અનુભવાશે ઠંડીનો ભારે ચમકારો, જાણો IMD અપડેટ

Last Updated: 09:57 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Weather Forecast: દેશમાં ભારે વરસાદ, શીત લહેર, હિમવર્ષા અને ગાઢ ધુમ્મસની સંભાવના છે. સમગ્ર દેશ હાલ તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ચાલો જાણીએ કે દેશમાં હવામાનની સ્થિતિ કેવી છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

India Weather Forecast: એક તરફ દેશમાં હાડ થીજવનારી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ એક તીવ્ર ચક્રવાતી તોફાન દસ્તક આપી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં કોલ્ડવેવ, ગાઢ ધુમ્મસ, હિમવર્ષા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઠંડી વધવાના ઘણા કારણો છે. જેમ કે પશ્ચિમ-ઉત્તર ભારતમાં 12.6 કિલોમીટરની ઊંચાઈએ 278 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે, જેના કારણે બરફ પીગળી રહ્યો છે અને ઉત્તર ભારત-મધ્ય ભારત સૂકી ઠંડીની ચપેટમાં છે.

પાકિસ્તાનમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. મન્નારની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તેના આગામી 24 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઓછા થવાની સંભાવના છે. 14 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અપર એર સાયક્લોન સર્જાય તેવી શક્યતા છે. 15 ડિસેમ્બરની તેના લો પ્રેશર એરિયા બનવાની અને આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તમિલનાડુના કિનારા તરફ આગળ વધવાની તેવી શક્યતા છે. તેની અસરને કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Weather Forecast: આગામી 7 દિવસનું દેશભરનું હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં શીત લહેરથી લઈને ગંભીર શીત લહેર આવવાની સંભાવના છે. મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં આજે 14 ડિસેમ્બરે કોલ્ડ ડેની સ્થિતિ હોવાની સંભાવના છે. જયારે ઓડિશા, પૂર્વી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 20 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની સ્થિતિ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

PROMOTIONAL 13

દિલ્હીમાં હવામાનની સ્થિતિ (Delhi Weather)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર હાલમાં તીવ્ર ઠંડીની લપેટમાં છે. રાજધાનીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 22.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. 20 ડિસેમ્બર સુધી રાજધાનીમાં હવામાન સ્વચ્છ અને શુષ્ક રહેશે, પરંતુ સવારે અને સાંજે ધુમ્મસની શક્યતા છે. ગુરુવાર, 12 ડિસેમ્બર, દિલ્હીમાં 4.5 ડિગ્રી તાપમાન સાથે છેલ્લા 3 વર્ષમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.

આ પણ વાંચો: પૃથ્વી પર કાળ બનીને ત્રાટકશે! 5 કે 50 નહીં NASAને અવકાશમાં મળ્યા 138 ખતરનાક એસ્ટરોઇડ

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી-NCRમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 20 થી 23 ડિગ્રી અને 6 થી 9 ડિગ્રી વચ્ચે છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું અને મહત્તમ તાપમાન સામાન્યની નજીક હતું. આકાશ સ્વચ્છ છે, પરંતુ ઉત્તરપશ્ચિમ દિશામાંથી આવતા પ્રબળ સપાટીના પવન સાથે ધુમ્મસની સ્થિતિ યથાવત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Today IMD Cyclonic Storm Forecast India Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ