બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતથી લઇને ગોવા, મુંબઇથી લઇને દિલ્હી સુધી એલર્ટ જાહેર, દેશના આ રાજ્યોમાં વરસાદ કહેર બનીને ત્રાટકશે

હવામાન અપડેટ / ગુજરાતથી લઇને ગોવા, મુંબઇથી લઇને દિલ્હી સુધી એલર્ટ જાહેર, દેશના આ રાજ્યોમાં વરસાદ કહેર બનીને ત્રાટકશે

Last Updated: 08:39 AM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Latest News : હવામાન વિભાગે દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહીતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી, ગુજરાત-ગોવાના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

IMD Forecast : ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે બુધવારે (24 જુલાઈ) દિલ્હી-NCRમાં ભારે વરસાદની આગાહી કરી છે, જે લોકોને ભેજથી રાહત આપશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 જુલાઈએ રાજધાની દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહી શકે છે. આ સાથે હવામાન વિભાગે મહારાષ્ટ્ર-ગુજરાત સહીતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે મુંબઈમાં 24 જુલાઈએ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન મુંબઈમાં તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગની આગાહીથી લોકોની મુશ્કેલીમાં વધારો થશે કારણ કે મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. આ સંદર્ભમાં મુંબઈ પોલીસે લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરી છે. BMCએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ પણ આપી છે. મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં આ એલર્ટ ચાલુ રહેશે.

મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં એલર્ટ

ચોમાસું ફરી સક્રિય થવાથી મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત સહિત અનેક રાજ્યો પર ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગે ત્રણેય રાજ્યોમાં આગામી બે-ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને ગુજરાત અને ગોવાના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો : જો તમારી પણ વાર્ષિક આવક છે આટલી, તો નહીં લાગે એક પણ રૂપિયો ટેક્સ, જાણો ન્યૂ ટેક્સ સ્લેબ વિશે

જાણો ઉત્તર પ્રદેશમાં શું છે આગાહી ?

ઉત્તર પ્રદેશમાં પણ હવામાને પલટો લીધો છે. IMD અનુસાર ઉત્તર પ્રદેશના વારાણસી, મિર્ઝાપુર, જૌનપુર, સોનભદ્ર, ચંદૌલી, ગાઝીપુર, પ્રયાગરાજ, લખનૌ અને કાનપુરમાં શનિવાર (27 જુલાઈ) સુધી મુશળધાર વરસાદ ચાલુ રહી શકે છે. આ સાથે સપ્તાહના અંતે ઠંડા પવનો પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદી માહોલ જારી છે. આ સમય દરમિયાન, જ્યારે ભારે પવનની આગાહી જાહેર કરવામાં આવી છે ત્યારે કહેવામાં આવ્યું છે કે, ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદને કારણે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Rain Forecast Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ