દિલ્હી AIIMS અને મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિનાં ટ્વિટર એકાઉન્ટને હેક કર્યા બાદ હવે હેકર્સે Indian Counsil of Medical Research ની સાઇટને પણ હેક કરવાનાં પ્રયાસો શરૂ કરી દીધેલ છે.
AIIMS બાદ હવે ICMR પર સાયબર અટેક
હેકર્સ હોંગકોંગથી કરી રહ્યાં છે વેબસાઇટ હેકનાં પ્રયાસો
ફાયરવોલને અપડેટ રાખવાની સલાહ
સાયબર અટેકનાં કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. દિલ્હીની સરકારી હોસ્પિટલ AIIMS, Safdarjung અને કેન્દ્ર સરકારનાં મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિનાં ટ્વિટર હેકનાં મામલા બાદ હવે હેકર્સ IMCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની વેબસાઇટને અટેક કરવાનું શરૂ કરી દીધેલ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારી વેબસાઇટ પર આ ચોથો સાયબર હુમલો છે.
હોંગકોંગ સ્થિત બ્લેક લિસ્ટેડ IP અડ્રેસ
રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાનમાં કેન્દ્રમાં કામ કરવાવાળી એક સરકારી અધિકારીએ મની કંટ્રોલથી વાતચીત દરમિયાન પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે 30 નવેમ્બરનાં સાયબર અટેકર્સે ICMRની ઓફિશિયલ સાઇટને 24 કલાકની અંદર 6000 વાર હેક કરવાનાં પ્રયત્નો કર્યાં હતાં. તેમણે કહ્યું કે ICMRની ઓફિશિય સાઇટ પર એકવાર નહીં પરંતુ ઘણીવાર હોંગકોંગ સ્થિત એક બ્લેક લિસ્ટેડ IP અડ્રેસ 103.152.220.133થી અટેક કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
હેકર્સને કરાયા બ્લોક
તેમણે કહ્યું કે હેકર્સને બ્લોક કરી દેવાયું છે જેના કારણે તેમનાં મનસૂબા સફળ ન થઇ શકે. ટીમને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે. ICMRમાં કાર્યરત આ અધિકારીએ કહ્યું કે જો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ઓફિશિયલ સાઇટમાં ખામીઓ હોય છે તો હેકર્સ સરળતાથી સાઇટની સિક્યોરિટી બ્રેક કરી શકે છે.
ફાયરવોલને અપડેટ રાખવાની સલાહ
NICનાં તમામ સરકારી સંગઠનોથી પોતાના ફાયરવોલને અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ઓપરેટિંગ સિસ્ટમની સિક્યોરિટી પેચને પણ અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારી અધિકારીએ કહ્યું કે 2020થી સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર સાયબર અટેકનાં કેસો વધી રહ્યાં છે. પહેલા ચીન અને હવે હોંગકોંગથી કનેક્શન આવી રહ્યાં છે.