બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાની ટીમને ઝટકો! દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
Last Updated: 12:01 AM, 14 December 2024
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમે 13 ડિસેમ્બર 2024ના રોજ મોટો નિર્ણય લીધો છે. ઇમાદ વસીમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છે. ડાબા હાથના ખેલાડીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું તેના માટે ખૂબ જ સન્માનની વાત છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે તે ડોમેસ્ટિક ક્રિકેટ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇમાદ વસીમ પાકિસ્તાન ટીમ માટે અલગ-અલગ ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂક્યો છે. તે 2015માં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં જોડાયો હતો અને પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ચાહકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. વસીમે તેની કારકિર્દીમાં ઘણી મેચોમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ દિગ્ગજ ખેલાડીએ હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, ઇમાદ વસીમે કેટલીક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાને તેના જીવનનું સૌથી મોટું સન્માન ગણાવ્યું અને ગ્રીન જર્સી પહેરવાની દરેક ક્ષણને અદ્ભુત ગણાવી. તેણે તેના ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમનો અતૂટ ટેકો, પ્રેમ અને જુસ્સો હંમેશા તેની તાકાત છે.
વધુ વાંચો : T20I અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ સ્ટાર ખેલાડીની ટીમમાંથી છુટ્ટી
ઇમાદ વસીમે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) માં ખિતાબ જીતવામાં ઇસ્લામાબાદ યુનાઇટેડમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પછી તેને 2024 T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું નથી. ઈમાદ વસીમે આ મેગા ઈવેન્ટમાં ત્રણ મેચમાં માત્ર 19 રન બનાવ્યા અને બોલિંગમાં 3 વિકેટ લીધી. ઇમાદ વસીમે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આયર્લેન્ડ સામે લોડરહિલમાં રમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.