બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:18 PM, 15 August 2024
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડની ઘટના બાદ ડોક્ટરોએ ફરી એકવાર દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ડૉક્ટરોના સંગઠન ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (FORDA) આ એલાન કરતાં કહ્યું કે લેડી ડોક્ટરને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારે હજુ કોઈ અસરકારક પગલાં ભર્યાં નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે જ ફોર્ડાના પ્રતિનિધિઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા અને હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
RG Kar Medical College and Hospital rape-murder case | FORDA resumes the strike again after that incident that took place yesterday at RG Kar Medical College and Hospital in Kolkata. pic.twitter.com/H5cP20hFb5
— ANI (@ANI) August 15, 2024
IMAએ બોલાવી ઈમરજન્સી બેઠક
ADVERTISEMENT
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તોડફોડની ઘટનાને વખોડી કાઢી છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે તેની રાજ્ય શાખાઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
While lakhs of people, mostly women, were marching peacefully across Kolkata and other places in West Bengal in an unprecedented show of solidarity and to demand justice for the young doctor who was raped and murdered inside RG Kar Hospital, a large number of thugs forced their… pic.twitter.com/koHsYRj0Dn
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) August 15, 2024
કેન્દ્ર-રાજ્ય દ્વારા પગલાં ન લેવાતાં ડોક્ટરો નારાજ
ફોર્ડાએ કહ્યું કે આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને અમે અમારા સાથીદારો અને તબીબી સમુદાય સાથે ઊભા છીએ. અગાઉ મંગળવારે (13 ઓગસ્ટ 2024), ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથેની બેઠક બાદ હડતાળ પાછી ખેંચી હતી. ફોર્ડાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અને સરકાર તેના વચનો સમયસર પૂરા ન કરતી હોવાથી, અમે ફરીથી હડતાલ શરૂ કરી રહ્યા છીએ.
When doctors and medical students at RG Kar Hospital in Kolkata protested for justice for a fellow doctor who was raped and killed inside hospital, a violent mob attacked and committed acts of vandalism.
— Anshul Saxena (@AskAnshul) August 15, 2024
Who sent the violent mob and what was their motive?
A few questions have… pic.twitter.com/lXWYHqy10N
હોસ્પિટલમાં અડધી રાતે ભારે તોડફોડ
લેડી ડોક્ટર પર રેપ અને મર્ડર બાદ ગઈ કાલે ડોક્ટરોએ ઘટનાના વિરોધમાં ગત રાત્રે જે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ગુરુવારે મધ્યરાત્રિ પછી કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પરિસરમાં અજાણ્યા બદમાશોએ પ્રવેશ કર્યો અને તેના કેટલાક ભાગોમાં તોડફોડ કરી. તે તોડફોડની ઘટના બની હતી.
વધુ વાંચો : આવું રહ્યું તો, કયા માતાપિતા દીકરીઓને ભણવા માટે મોકલશે' ડોક્ટર રેપ-મર્ડર પર રાહુલ ગાંધી
મેડિકલ કોલેજમાં શું બન્યું હતું
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની સવારે 31 વર્ષીય લેડી ડોક્ટરની સેમી ન્યૂડ ડેડબોડી મળી આવ્યાં હતી. ડોક્ટરના આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાયું હતું. સિવિલ વોલિન્ટીયર સંજય રોયે તેની પર જધન્ય રેપ કરીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આરોપીએ પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું અને તેનું માથું જમીન પર સતત પછાડ્યું હતું અત્યંત ક્રૂર રીતે તેની સાથે રેપ અને મર્ડર કર્યું હતું. આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.