Illu Illu between Shubman Gill and Sara Ali? Spotted at airport together, pic leaked
લાઈમલાઈટ /
શુભમન ગિલ અને સારા અલી વચ્ચે ઈલુ ઈલુ?, એરપોર્ટ પર જોવા મળ્યાં સાથે, તસવીર લીક
Team VTV06:03 PM, 02 Feb 23
| Updated: 06:45 PM, 02 Feb 23
ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી ત્યારથી જ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ ભારતનો ફેવરિટ બની ગયો છે. ધમાકેદાર બેટિંગ ઉપરાંત શુભમન ગિલ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. શુભમનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે.
શુભમનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
શુભમન ગિલ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન સાથે જોવા મળ્યો
આ ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી
ફરી સાથે જોવા મળ્યા સારા-શુભમન
એક યુઝરે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં સારા અને શુભમન ગિલ સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો એરપોર્ટનો જણાવવામાં આવી રહ્યો છે. ફોટામાં તમે સારા અને શુભમનને એકસાથે બેઠેલા જોઈ શકો છો. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. સારા અલી ખાન અને શુભમનના આ ફોટાએ ફરી એકવાર તેમના અફેરના સમાચારને લાઇમલાઇટમાં લાવી દીધા છે.
સારા અને શુભમનનો આ લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો
સારા અને શુભમનનો આ લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
શુભમન તરફથી સંકેતો ચોક્કસ મળ્યાં
આ પહેલા પણ બંને ઘણી એક સાથે જોવા મળ્યા છે. લોકોએ સારા અને શુભમનને ગુપચુપ મીટિંગ કરતા જોયા છે. સારાએ હજુ સુધી અફેરના સમાચાર પર મૌન તોડ્યું નથી. પરંતુ શુભમન તરફથી સંકેતો ચોક્કસ મળ્યા છે. સારા અને શુભમનના ડેટિંગના સમાચાર પહેલીવાર સામે આવ્યા જ્યારે બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. બંનેની સાથેની તસવીર જોરદાર વાયરલ થઈ હતી. આ પછી બંનેના લિંકઅપના સમાચારો ઉડવા લાગ્યા. સારા પહેલા શુભમનનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયું હતું. જ્યારે સારાના અગાઉના સંબંધો કાર્તિક આર્યન સાથે હતા. સારા અને શુભમનના સંબંધોની સત્યતા જાણવા માટે ચાહકોમાં ભારે ઉત્તેજના છે.
શુભમન ગિલે ODI ફોર્મેટ બાદ હવે T20માં પણ રેકોર્ડ બનાવ્યાં
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ હાલમાં ક્રિકેટ જગતમાં છવાયેલો છે. ODI ફોર્મેટ બાદ હવે તેણે T20માં પણ રેકોર્ડ બનાવ્યાં છે. શુભમન ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ T20માં શાનદાર સદી ફટકારી હતી. તેણે પોતાના બેટથી 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું.