બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / અડાજણમાંથી ઝડપાયું ગેરકાયદે કુટણખાનું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, 11 ગ્રાહકો સહિત હોટલ માલિકની ધરપકડ
Last Updated: 12:21 PM, 30 November 2024
રાજ્યમાં દેહવ્યાપારની ઘટનાઓ વધતી હોય તેમ દેખાઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં સુરત ખાતે વધુ એક આવી ઘટના સર્જાઇ હતી. જેમાં અડાજણની હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયું હતું. મળતી માહિતી મુજબ શહેરના એલ.પી.સવાણી રોડ આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષની હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
11 ગ્રાહકો ઝડપાયા
અડાજણ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકઈંગ યુનિટે ધ ફ્યુઝન હોટલમાં દરોડા પડ્યા હતા. આ ઘટનામાં થાઇલેન્ડની 6 યુવતીઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી હોટલના માલિક સહિત 11 ગ્રાહકો ઝડપાયા હતા. તપાસ દરમિયાન આ ઘટનામાં કેવી રીતે કોન્ટેક્ટ કરવામાં આવતા હતા તેની વિગતો બહાર આવી હતી. જેમાં હની, અભય સાલુંકે ગ્રાહકોને વિદેશી યુવતીના નામ મોકલતા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય, તમામ પીડિતોને વળતર ચૂકવવા આદેશ
આ ઉપરાંત હોટલના માલિક પણ ટેગ જોઈ ગ્રાહકને હોટલમાં પ્રવેશ આપતો હતો. ત્યારે હાલ 11 ગ્રાહકો અને હોટલ માલિકની ધરપકડ કરવામાં આવી છે. તથા એક મહિલા સહિત 2 વ્યક્તિ ફરાર થતા તેમની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.