શોધ / વૈજ્ઞાનિકોની અનોખી શોધ, કાગળમાંથી તૈયાર કરાયેલ સેન્સર જણાવશે દૂધની ગુણવત્તા

IIT Guwahati exploration Sensor to Detect Freshness of Milk

આઇઆઇટી ગુવાહાટીના સંશોધકોએ કાગળમાંથી એક એવું સેન્સર વિકસાવ્યું છે જે થોડી જ મિનિટની અંદર રંગ બદલીને દૂધની ગુણવત્તા અને તેની ફ્રેશનેસની સ્પષ્ટ જાણકારી આપશે. બાયો સેન્સર એન્ડ બાયો ઇલેક્ટ્રોનિક નામની જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું કે દૂધની ગુણવત્તા અને તેની તાજગી એ વાત પર નિર્ભર કરે છે કે દૂધમાં સૂક્ષ્મ જીવોની ઉપસ્થિતિ કેવી છે? સંશોધકોએ કહ્યું કે દૂધમાં ઉદ્ભવતાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો માત્ર તેના સ્વાદ અને તાજગીને પ્રભાવિત કરવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ જવાબદાર હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ