બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : લગ્ન પછી ભાભીએ ભાઈને બેડરુમમાં ઘુસવા ન દીધો, અમદાવાદી છોકરીએ 'ભાભી'ને ઉઘાડી પાડી
Last Updated: 09:01 PM, 9 January 2025
છોકરીએ પોતાની સગી ભાભીનો એક મોટો કાંડ બહાર પાડ્યો છે જેમાં તેણે ભાઈના લગ્નથી માંડીને પરિવાર જે વીતી તે કહ્યું છે, તેની કહાની ખરેખર આઘાતજનક છે. અમદાવાદમાં IIMમાં ભણેલી આઈઆઈએમ ગ્રેજ્યુએટ પ્રત્યુક્ષા ચલ્લાં નામની એક છોકરીએ પોતાની ભાભીના ત્રાસનો આખો કિસ્સો સંભળાવ્યો છે. હૈદરાબાદની રહેવાશી પ્રત્યુક્ષાએ એક વીડિયોમાં ભાઈના લગ્નનો આખો કિસ્સો સંભળાવ્યો છે. ચલ્લાએ જણાવ્યું કે હૈદરાબાદની એક એન્જિનિયરિંગ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા તેના ભાઈએ 2019માં રાજમુંદરીની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, જો કે આ લગ્ન માત્ર 10 દિવસ જ ચાલ્યા હતા, કારણ કે લગ્ન બાદ ભાભીએ ત્રાસ વર્તાવાનું શરુ કરી દીધું હતું.
ADVERTISEMENT
Prathyusha Challa, an IIM Ahmedabad graduate, shares the ordeal of her family alleging that her sister in-law filed frivolous cases for extortion in a marriage that lasted merely 10 days.
— Amit Lakhani (@TheAmitLakhani) January 9, 2025
Significantly after the unfortunate case of #AtulSubhash a lot of other people have gathered… pic.twitter.com/1YOLwTVri0
બોયફ્રેન્ડે બર્બાદ કરવામાં મદદ કરી
ADVERTISEMENT
તે મારા માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરતી હતી, અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી હતી અને મારા ભાઈને તેના બેડરૂમમાં જવા દેતી ન હતી. તે ઘણીવાર આત્મહત્યાની ધમકી આપતી હતી. ભાભી, તેની બહેન અને તેના બોયફ્રેન્ડ સહિતના લોકોને કારણે આવું થયું હતું.
પાંચ વર્ષથી કેસ પણ સોલ્યુશન નહીં
ચલ્લાએ કહ્યું કે ભાભીએ અમારી સામે સતામણીનો કેસ દાખલ કર્યો હતો જે વાતને પાંચ વર્ષ થઈ ગયાં હજુ સુધી કેસ શરુ થઈ શક્યો નથી, જેના કારણે પરિવારને લાંબા સમયથી ખૂબ મુશ્કેલી વેઠવી પડી છે. તેણે કહ્યું કે આ કેસને કારણે તો મને નોકરી મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. મારા માતાપિતાની પણ તબિયત બગડી હતી, સરવાળે અમારા પરિવાર ખૂબ દુખમાં આવ્યો.
સાસરિયા પર મહિલાના ત્રાસની વધુ એક ઘટના
છેલ્લા કેટલાક સમયથી સાસરિયા પર મહિલાના ત્રાસથી ઘણી ઘટનાઓ સામે આવી છે એક ચકચારી કિસ્સામાં તો અતુલ સુભાષ નામના એન્જિનિયરે પત્નીના આતંકથી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં વીડિયો શૂટ કરીને લોકો પોતાની વીતકકથા કહી સંભળાવી હતી ત્યાર પછી પણ મહિલાઓના ત્રાસની ઘટનાઓ બની હતી જેમાં પતિને મરવાનો વારો આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT