શતાબ્દી એક્સપ્રેસમાં સવાર એક શખ્સને ત્યારે સુખદ અનુભવ થયો, જ્યારે ટ્રેનમાં તેને ઈફ્તાર જોવા મળી.
શતાબ્દી એક્સપ્રેસમાં રોઝ રાખનારા મુસ્લિમ બિરાદરોને ઈફ્તાર મળી
ટ્રેનમાં મુસાફરોના ભોજનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું
રેલ રાજ્યમંત્રીએ પણ વખાણ કર્યા
શતાબ્દી એક્સપ્રેસમાં સવાર એક શખ્સને ત્યારે સુખદ અનુભવ થયો, જ્યારે ટ્રેનમાં તેને ઈફ્તાર જોવા મળી. આ શખ્સનું નામ શાહનવાઝ અખ્તર છે અને તેણે ખુદ ટ્વિટ કરીને આ ઘટના વિશે જણાવ્યું છે. જે સમયે શાહનવાઝને ઈફ્તાર આપવામાં આવી, તે પોતાનો રોઝા ખોલવાનો હતો.
શાહનવાઝ અખ્તરે પોતાના ટ્વિટમાં ટ્રેનમાં આપવામાં આવેલા ભોજનની એક તસ્વીર શેર કરી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ઈફ્તાર માટે ઈન્ડિયન રેલ્વેનો આભાર, જેવો હું ધનબાદમાં હાવડા શતાબ્દીમાં બેઠો હતો, મને નાશ્તો મળ્યો. મેં પેન્ટ્રી મૈનને થોડી વાર પછી ચા આપવાની રિક્વેસ્ટ કરી કારણ કે, હું રોઝા કરી રહ્યો છું. તેના પર પેન્ટ્રી મેને કહ્યું શું આપ રોઝા રાખી રહ્યા છો, મેં હામાં માથુ ધુણાવ્યું. જે બાદ પેન્ટ્રી મેન ઈફ્તાર લઈને આવ્યો.
Thank you #IndianRailways for the #Iftar
As soon as I boarded Howrah #Shatabdi at Dhanbad,I got my snacks.I requested the pantry man to bring tea little late as I am fasting.He confirmed by asking, aap roza hai? I nodded in yes. Later someone else came with iftar❤@RailMinIndiapic.twitter.com/yvtbQo57Yb
તો આ વળી આ ઘટનાને લઈને IRCTCના અધિકારીઓએ કહ્યું કે, મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા ઓન બોર્ડ કેટરીંગ મેનેજરે વ્યક્તિગત રીતે કરી હતી.
આઈઆસીટીસીના ઓન બોર્ડ કેટરીંગ સુપરવાઈઝર પ્રકાશ કુમાર બેહરાએ જણાવ્યું હતું કે, કર્મચારી પોતાના રોઝા તોડવા માટે તૈયાર હતા અને યાત્રી તે કોચમાં ચડી ગયા હતા. જ્યારે અમને બતાવામાં આવ્યું કે, તેમણે રોઝા રાખ્યા છે. તો કર્મચારીઓએ તેમને ઈફ્તાર આપી. આ પાયાની માનવતા છે. હાલમાં સોશિયલ મીડિયા પર કર્મચારીઓના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
The whole of Indian Railways family is touched by your comments and hope you had a good meal.
This is a perfect example of how the government led by PM Modi works with the motto of Sabka Sath, Sabka Vikas and Sabka Vishwas. Jai Hind 🇮🇳 https://t.co/gZE5L6Vi1e
આ મામલા પર રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આપની પ્રતિક્રિયાથી આખા ઈંડિયન રેલ્વે પરિવાર પ્રભાવિત થયું છે. આશા છે કે, આપને સારામાં સારુ ભોજન મળ્યું છે. આ એક આદર્શ ઉદાહરણ છે કે કેવી રીતે પીએમ મોદીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના આદર્શ વાક્ય સાથે કામ કરે છે.જય હિન્દ.