ઘરમાં ગણેશજીની સ્થાપના કરતા હોવ તો કરો આ નિયમોનું પાલન, ગજાનંદ થશે પ્રસન્ન

By : juhiparikh 01:52 PM, 12 September 2018 | Updated : 01:52 PM, 12 September 2018
આ વર્ષે 13 સપ્ટેમ્બર, ગુરુવારે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી છે. આ દિવસે ઘર-ઘરમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા કરી તેમને પ્રસન્ન કરવામાં આવે છે. 10 દિવસ સુધી રોજ અલગ-અલગ ભોગ લગાવીને પ્રાર્થના કરવામાં આવે છે કે શ્રીગણેશ આપણા બધા સંકટ દૂર કરે. જ્યોતિષીએ જણાવ્યા પ્રમાણે,  આ 10 દિવસમાં આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો શ્રીગણેશની કૃપા પ્રાપ્ત થતી નથી અને તમે કોઈ મુસીબતમાં મૂકાઇ શકો છો, જાણો આ  અંગેના નિયમો વિશે...

- ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી 10 દિવસ સુધી ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ગંદકી ન કરો. જે સ્થાને ગણેશની મૂર્તિ હોય, ત્યાં વિશેષ રીતે સફાઈ કરો.

- 10 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો અર્થાત્ પત્નીની સાથે સંબંધ ન બનાવો.

- કોઈની ઉપર ક્રોધ ન કરો. સંયમથી કામ લો, કોઈની સાથે જૂઠું ન બોલો.

- ઘરમાં નોનવેજ ન બનાવો અને દારું પણ ન પીવો.

- જ્યાં સુધી ભગવાન શ્રીગણેશ ઘરમાં સ્થાપિત હોય ત્યાં સુધી ઘરમાં તાળું ન લગાવો. કોઈને કોઈ સદસ્ય ઘરમાં જરૂર રહો.

- શક્ય હોય તો લસણ અને ડુંગળીનો ઉપયોગ પણ ભોજનમાં ન કરો.

- કોઈ એવી વસ્તુ ઘરમાં ન લાવો, જેનાથી ઘરની પવિત્રતા ભંગ થાય.

- અપવિત્ર અવસ્થામાં ભગવાન શ્રીગણેશની પૂજા ન કરો.Recent Story

Popular Story