બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / if your jan dhan account is not linked from aadhar then you will not get benefits of 1 lakh 30 thousand rupees
Noor
Last Updated: 02:13 PM, 11 November 2020
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે આ ખાતામાં ગ્રાહકોને Rupay ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં એક લાખનો અકસ્માત વીમો મળે છે, પરંતુ જો તમે તમારા ખાતાને આધાર સાથે લિંક નથી કર્યું તો તમને આ લાભ મળશે નહીં. અને તમને સીધું એક લાખ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય, આ એકાઉન્ટ પર તમને 30000 રૂપિયાનું એક્સીડેન્ટલ ડેથ ઈન્શ્યોરન્સ પણ મળે છે, પરંતુ આ લાભ લેવા માટે બેંક ખાતા સાથે આધાર લિંક હોવું જરૂરી છે. જેથી ઝડપથી તમારા એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવી લો.
આ રીતે આધારને લિંક કરાવો
ADVERTISEMENT
તમે બેંકમાં જઈ જઈને એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવી શકો છો. બેંકમાં, તમારે આધાર કાર્ડની ફોટો કોપી, તમારી પાસબુક લઇ જવી પડશે. ઘણી બેન્કો મેસેજ દ્વારા ખાતાને આધાર સાથે લિંક કરતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી UID <SPACE> આધાર નંબર <SPACE> એકાઉન્ટ નંબર 567676 પર મોકલીને બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક કરી શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમે તમારા આધાર અને બેન્કમાં આપવામાં આવેલા મોબાઇલ નંબર અલગ-અલગ છે તો લિંક નહીં થાય. એ સિવાય તમે તમારા નજીકના એટીએમથી પણ તમારા બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરી શકો છો.
આ રીતે મળે છે 5 હજાર રૂપિયા કાઢવાની સુવિધા
પ્રધાનમંત્રી જન ધન ખાતા પર ગ્રાહકોને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. ઓવરડ્રાફટની સુવિધાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય PMJDY ખાતાને પણ આધારકાર્ડ સાથે લિકં કરવું જરૂરી છે. આ યોજના હેઠળ પીએમ મોદીનો હેતુ દરેક પરિવાર માટે બેંક ખાતું ખોલાવાનો હતો. જનધન યોજના હેઠળ, તમે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું એકાઉન્ટ પણ ખોલી શકો છો.
આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ અથવા મતદાર કાર્ડ, NREGA જોબકાર્ડ, ઓથોરિટી તરફથી મળેલું લેટર જેમાં નામ, સરનામું અને આધાર નંબર લખેલો હોય. ગેઝેટેડ ઓફિસર દ્વારા જારી કરાયેલ લેટર જેના પર ખાતું ખોલાવાનો એટેસ્ટેડ ફોટો લાગેલો હોય.
નવું જનધન ખાતું ખોલાવા માટે કરવું પડશે આ કામ
જો તમારે તમારું નવું જનધન ખાતું ખોલાવું હોય તો નજીકની બેંકમાં જઈને તમે સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે તમારે બેંકમાં ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, મોબાઇલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ, વગેરે આપવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.