બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / વધી ગયું છે દેવું તો મંગળવારે આ સ્તોત્રનો કરો પાઠ, સંકટમોચક હનુમાન દૂર કરશે દરેક સમસ્યા
Last Updated: 03:53 PM, 10 December 2024
ADVERTISEMENT
મંગળવારનો દિવસ હનુમાન દાદાને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા અને વ્રત કરનારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ફળદાયી સાબીત થાય છે. જો તમે મંગળવારે કેટલાક ઉપાયો કરો છો તો જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
જો તમારુ વિવાહિત જીવન પહેલા જેવું ન રહ્યું હોય અને આ સંબંધોમાં ફરી નવી ઉષ્મા ભરવા માંગતા હોવ તો મંગળવારે સ્નાન કર્યા બાદ માટીનો દીવો કરો, તેમાં ચમેલીનું તેલ ઉમેરો અને આ દીવાને હનુમાનજીના મંદિરમાં લઈ જઈને પ્રગટાવો. ભગવાનની સામે દીવો પ્રગટાવતી વખતે બંને યુગલો હાજર હોય તો વધુ સારું રહે છે. સાથે જ દીવો પ્રગટાવ્યા બાદ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો.
જો તમને કોઈ કાર્યમાં સમસ્યા આવી રહી હોય અને તે પૂર્ણ ન થઈ રહ્યું તો મંગળવારના દિવસે એક મૌલી એટલે કે નાડાસળીને હનુમાનના મંદિરમાં લઈ જાઓ અને હનુમાનજીના ચરણોમાં મૂકો. પછી ભગવાનના ચરણોમાં સિંદૂર લઈને કપાળ પર તિલક કરો. પછી ત્યાં રાખેલ નાડાસળીમાંથી એક લાંબો દોરો કાઢીને તમારા કાંડા પર બાંધો અને બાકીની નાડાસળીને મંદિરમાં છોડી દો.
જો તમે દેવું અને લોન ચુકવવામાં સક્ષમ નથી તો મંગળવારે સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ ઘરમાં યોગ્ય સ્થાન પર આસન ફેલાવો અને તેના પર દક્ષિણ તરફ મુખ કરીને બેસો. આસન પર બેઠા બાદ હનુમાન દાદાનું ધ્યાન કરો અને ઋણમોચક મંગલ સ્તોત્રનો પાઠ કરો. આ સિવાય તમે મંગળવારે તમારી લોનનો એક હપ્તો અથવા એક રૂપિયો પણ લેણદારને ચૂકવો છો તો તમારું બાકી દેવું પણ જલ્દી પુરુ થઈ જશે.
પરિવારની ખુશીઓ જાળવી રાખવા માંગતા હોવ તો મંગળવારે સ્નાન કર્યા બાદ થોડા ચમેલીના ફૂલ ભેગા કરો અને તેની માળા બનાવો અને હનુમાનજીના મંદિરમાં જઈને તે માળા અર્પણ કરો. આ સિવાય તમારા પરિવારની ખુશી માટે પ્રાર્થના કરો અને ધૂપ પ્રગટાવો.
પ્રેમી સાથેના સંબંધને મજબૂત કરવા માંગો છો અથવા પ્રેમના પ્રવાહને જાળવી રાખવા માંગતા હોય તો મંગળવારે તમારે મંગળના મંત્રનો જાપ કરવો જોઈએ. જે મંત્ર છે, "ઓમ ક્રાં ક્રિમ ક્રોં સ : ભૌમાય નમ:"આનો 11 વાર જાપ કરો બાદમાં હનુમાનને બુંદીનો પ્રસાદ ચઢાવો.
ઘરની સુખ-સમૃદ્ધિ માટે અને પરિવારને દરેક ખરાબ નજરથી બચાવવા મંગળવારે એક નાનું માટીનું વાસણ ખરીદવુ જોઈએ. પછી વાસણમાં મધ નાખવું અને તેના પર ઢાંકણ મૂકવું. આ રીતે એક માટીના વાસણમાં મધ નાખી તેના પર ઢાંકણ લગાવી હનુમાનના મંદિરમાં રાખો.
તમારા કાર્યની ગતિને જાળવી રાખવા માંગતા હોવ અથવા કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોવ તો મંગળવારે સફેદ કોરો કાગળ અને કેસર સિંદૂર લો. તે સિંદૂરમાં થોડું ચમેલીનું તેલ ઉમેરો અને સફેદ કોરા કાગળ પર ભગવાન રામનું નામ લખો. રામ નામ 11 વાર લખવું. આ લખ્યા બાદ તે કાગળને સારી રીતે સૂકવી લો અને સૂકાઈ ગયા બાદ તે કાગળને ફોલ્ડ કરો અને તેને તમારા પર્સમાં રાખો.
તમારું બાળક રાત્રે સૂતી વખતે અચાનક ડરી જાય અથવા તેને નવા લોકોને મળવામાં પરેશાની આવતી હોય તો મંગળવારે હનુમાનની પૂજા કરવી. તેમજ ભગવાનને કેસરનું સિંદૂર ચઢાવવું અને ભગવાનના ચરણમાંથી લીધેલું સિંદૂર બાળકના કપાળ પર લગાવવું.
સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા મંગળવારે સ્નાન કર્યા બાદ એક ચોટીવાળું નાળિયેર અને સવા મીટર લાલ કપડું લો. લાલ કપડાને નારિયેળની આસપાસ લપેટી લો. અને હનુમાનના મંદિરમાં લાલ કપડામાં લપેટી નારિયેળ અર્પણ કરો. બાદમાં મંદિર અથવા તમારા પોતાના ઘરમાં યોગ્ય સ્થાન પર બેસીને હનુમાનાષ્ટકનો પાઠ કરો.
દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમારે મંગળવારે કાળી મેશ લેવી અને તેને ઘરથી દૂર કોઈ એકાંત સ્થાન પર જઈને જમીનમાં દબાવી દેવી.
નવી નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ અથવા ઈન્ટરવ્યુ પાસ કરી રહ્યા છો પરંતુ નોકરી નથી મળી રહી તો મંગળવારે પીળા નમકીન ભાત તૈયાર કરો, મતલબ કે ચોખામાં હળદર અને મીઠું નાખીને દેવીને સરસ્વતીને અર્પણ કરો અને તમારી સમસ્યાઓ હલ થાય તે માટે દેવીને પ્રાર્થના કરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT