બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો તમારા બાળકને પણ ચિપ્સ ખાવાની છે આદત? તો ચેતી જજો, હેલ્થ માટે છે નુકસાનકારક
Last Updated: 07:24 PM, 18 February 2025
અત્યારની જીવનશૈલીના કારણે આપણી ખાવાની આદતોમાં ઘણા ફેરફારો આવ્યા છે. હાલમાં લોકો પાસે દર વખતે તાજો ખોરાક બનાવવાનો સમય નથી હોતો. એમાં પણ મુસાફરી કરતી વખતે ખાસ, આપણે પેક્ડ ફૂડ ખાઈએ છીએ, જેમાં બટાકાની ચિપ્સનો પણ સમાવેશ થાય છે. આ ચિપ્સ બાળકોમાં ખૂબ ફેમસ છે. ઘણી વાર બાળકો તેના માટે જીદ પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચિપ્સ આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. ચાલો આજે ચિપ્સ ખાવાની આડઅસરો વિશે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચિપ્સના કેટલાક પેકેટ પર સ્પષ્ટપણે લખેલું હોય છે કે તેમાં પામ તેલ વપરાયું છે. આ તેલ સસ્તું હોય છે, જેના કારણે તમને 10 થી 20 રૂપિયાની ઓછી કિંમતે ચિપ્સ મળે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. તે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે. આથી ચિપ્સ ખરીદતી વખતે તેના ઈંગ્રિડિએન્ટ્સ જરૂરથી વાંચો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.