સંબંધો ખૂબ જ નાજુક હોય છે અને ઘણી વખત એને સમજી શકતાનથી કે એને કેવી રીતે સાચવવા જોઇએ. એવામાં કામ આવે છે કોઇની સલાહ. રિલેશનશીપને લઇને દરેક લોકો ઉત્સુક રહે છે. એમાં પણ તમારો બોયફ્રેન્ડ પત્રતકા હોય તો શું વાત છે. જી હાં પત્રકાર બોયફ્રેન્ડ બીજા બોયફ્રેન્ડ કરતાં વધારે ખાસ હોય છે. આવું કેમ...તો ચલો જાણીએ...
પત્રકાર સાથે ડેટ કરવાનો મતલબ છે કે એ તમારી દરેક વાતનું ધ્યાન રાખશે. તમને શું ખાવાનું પસંદ છે ક્યાં ફરવાનું પસંદ છે અને ક્યારે ફરવું છે દરેક જાણકારી એની પાસે હોય છે. એ તમને શહેરની સૌથી સારી જગ્યા પર જમવા લઇ જશે જ્યારે ડોક્ટર એન્જીનિયરોને શહેરમાં ફરવાનો સમય જ હોતો નથી. તો આ સૌથી પહેલો ફાયદો છે.
જો તમે ક્યાંય ફસાયા છો તો એ તમારી પાસે તરત પહોંચી જશેય જો એ ખુદ નહીં પહોંચી શકે તો એ તમારી અન્ય રીતે મદદ કરશે એ કોઇને પણ તમારી મદદ માટે મોકલી દેશે.
પત્રકાર સાથે ડેટ કરવાનો એક ફાયદો એ પણ છે તમારી સામે લોકો વધારે વાદવિવાદ કરશે નહીં. તમને કોઇ ધમકાવશે પણ નહીં.
જો તમારે તમારા મિત્ર કે પરિવાર સાથે ક્યાંય જવું છે તો તમે તમારા પત્રકાર બોયફ્રેન્ડને પહેલા કહીને ટિકીટ વીઆઇપી કોટા લગાવીને કન્ફર્મ કરી શકો છો.
જો તમારે કોઇ મંત્રીનું ખાસ કામ છે. જ્યાં કોઇ પણ જઇ શકતું નથી ત્યાં તમારો બોયફ્રેન્ડ કામ કરી દેશે. કોઇ સેલિબ્રિટી તમારા શહેરમાં હોય અને તમારી પાસે એન્ટ્રીનો પાસ પણ નથી તો તમે એ સ્ટારને મળી શકો છો.
તમારો વાત કરવાનો મૂડ નથી તો એ તમારી ભાવનાઓને સમજશે અને ડિસ્ટર્બ કરશે નહીં.
જો તમે એને કોઇ વાત જણાવી છે તો એ કોઇને કહેશે નહીં.