બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરો છો તો ચેતી જજો, થઇ શકે છે આ નુકસાન
Last Updated: 10:58 PM, 10 September 2024
ઘણા લોકો એવા હોય છે જેમને 8 થી 10 કલાક અથવા ઘણી વખત 12 કલાક સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે જો યોગ્ય રીતે યોગ્ય ખુરશી પર બેસવામાં ન આવે, તો તમને અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
હા, જો તમે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં ખુરશી પર બેસી રહ્યા છો અને કોઈ પણ મૂવમેન્ટ નથી કરતા, તો આનાથી તમારા શરીરના નીચલા ભાગમાં વજન વધવા લાગે છે અને ત્યાં ચરબી જમા થવા લાગે છે.
ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે
ADVERTISEMENT
જ્યારે તમે ખોટી પોઝિશનમાં ખુરશી પર બેસીને કલાકો સુધી કામ કરો છો, તો આનાથી તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે, કારણ કે અસહજ સ્થિતિમાં બેસવાથી વારંવાર વ્યક્તિનું ધ્યાન એ જ જગ્યાએ જાય છે. તેથી, તમારે યોગ્ય બેક અને આર્મ સપોર્ટ વાળી ખુરશી પર બેસવું જોઈએ.
બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર
જે લોકો ખુરશી પર બેસીને કમ્પ્યુટરમાં કામ કરે છે અને સતત કીબોર્ડ પર આંગળીઓ ચલાવતા રહે છે, તેમના હાથથી લઈને ખભા સુધી દુખાવા થવા લાગે છે. કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસીને રહેવાને કારણે બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર પડે છે. ખાસ કરીને ખુરશી પર બેસીને કામ કરવા થી ખભા, પેટ અને કમરમાં બ્લડ ફ્લો સારી રીતે થઈ શકતો નથી, જેના કારણે શરીરમાં ઝણઝણાટ થવી અથવા સુન થઇ જવું જેવી સામાન્ય સમસ્યા થતી રહે છે. જો તમારી ખુરશી તમને બેક સપોર્ટ નથી આપતી અને તમે વગર સપોર્ટના બેસી રહ્યા છો, તો આનાથી તમારી કમરમાં દુખાવો થવા લાગે છે અને આ દુખાવો ગળાથી શરૂ થઈને ટેલ બોન સુધી જાય છે.
આ પણ વાંચોઃ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ ક્યારેય રિજેક્ટ નહીં થાય, પોલિસી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.