બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફાંદથી છો પરેશાન! બહાર નીકળેલું પેટ આ 3 વસ્તુથી થઈ જશે અંદર, ટિપ્સમાં વજન
Last Updated: 06:03 PM, 11 June 2024
આ ભાગદોડભર્યા જીવનમાં સ્વાસ્થ્યની સાથે પરફેક્ટ બોડી પણ જરૂરી છે. તમને ખ્યાલ જ હશે કે બહાર નીકળતું પેટ ન માત્ર આપણી સુંદરતા બગાડે છે પણ મોટા પેટને કારણે આપણા કપડાં પણ ફિટ થતા નથી. વધુ પડતી સ્થૂળતા પણ અનેક રોગોનું કારણ બની શકે છે. જો તમે પણ તમારા વધેલા વજનથી પરેશાન છો અને વજન ઘટાડવાના સરળ ઉપાયો શોધી રહ્યા છો તમારા માટે કામની વાત છે. આજે અમે તમને કેટલીક એવી જ લીલા શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ જેને તમારા ડાયટમાં સામેલ કરીને તમે ન માત્ર વજન ઘટાડી શકો છો પરંતુ અન્ય ઘણા ફાયદા પણ મેળવી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
પાલક એક લીલા પાંદડાવાળી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને આયર્ન હોય છે. વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં પાલકને જ્યુસ, સૂપ અને શાકભાજી જેવી ઘણી રીતે સામેલ કરી શકો છો.
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો બ્રોકોલી તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. બ્રોકોલીમાં ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે. વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં બ્રોકોલીનો રસ, શાકભાજી અને સૂપનો સમાવેશ કરી શકો છો.
વધુ વાંચો : આ વસ્તુના સેવનથી શરીરની ચરબી થઈ જશે છૂ-મંતર, ફટાફટ ઓગળશે પેટની ચરબી
એવોકાડો એ મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. નાસ્તામાં એવોકાડોનો સમાવેશ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમે તેને સલાડ, ટોસ્ટ વગેરેમાં ઉમેરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.