બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you want to visit the Statue of Unity, please note that this service is closed as there is no water in the river

તમારા કામનું / સ્ટેચ્યૂ ઑફ યુનિટી ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, બંધ કરાઇ ટુરિસ્ટ્સની ફેવરિટ સર્વિસ

Priyakant

Last Updated: 10:36 AM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આટલો બધો વરસાદ આવવા છતાં પણ નદીમાં પાણી નહિ હોવાને કારણે આ સેવા બંધ કરાઇ, નર્મદા નદીમાં પાણી છોડાવા સમયે ફરી શરૂ કરવામાં આવશે ટુરિસ્ટ્સની ફેવરિટ સર્વિસ

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રૂઝ બોટ સેવા બંધ
  • નદીમાં પાણી ન હોવાથી ક્રૂઝ બોટ બંધ કરવામાં આવી 
  • નર્મદા નદીમાં પાણી છોડાવા સમયે ફરી શરૂ કરવામાં આવશે બોટ

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. જોકે તેનું કારણ પણ એકદમ નવાઈ પમાડે તેવું છે. મળત વિગતો મુજબ ભર ચોમાસે નદીમાં પાણી ન હોવાથી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. લ્યો બોલો આટલો બધો વરસાદ આવવા છતાં પણ નદીમાં પાણી નહિ હોવાને કારણે આ બોટ બંધ કરાઇ છે. જોકે આગામી સમયમાં નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે અને વિયર ડેમ ભરાય ત્યારે ક્રૂઝ બોટ શરૂ થશે તેવું સામે આવ્યું છે. 

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ લગભગ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જોકે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. જોકે હવે ભારે વરસાદ પણ અચાનક ક્રુઝ બોટ સેવ બંધ કરી દેવાઇ છે. જેને લઈ અનેક પ્રવાસીઓ મુંજાયા છે. આ તરફ એવી વાત સામે આવી છે કે, ભરચોમાસે નદીમાં પાણી ન હોવાથી આ ક્રૂઝ બોટ સેવા બંધ કરાઇ છે. 

ક્યારે શરૂ થશે ક્રુઝ બોટ ? 

નર્મદાની ક્રુઝ બોટ સેવાની વાત કરીએ તો હવે પછી જ્યારે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે આ સેવા ફરી ચાલુ થઈ શકે છે. આ સાથે વિયર ડેમ ભરાવા પર પણ ક્રૂઝ બોટ શરૂ થશે. જોકે હાલતો ભર ચોમાસે નદીમાં પાણી ન હોવાથી ક્રુઝ બોટ બંધ કરવામાં આવતા અનેક મુસાફરો નિરાશ બન્યા છે. 

સુરતનો ડુમ્મસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

ગુજરાતમાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દરિયાઇ કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે. એવામાં સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઇને સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ડુમ્મસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે.

અગાઉ 16 જુલાઈએ ઓખા બેટ દ્વારકા બોટ સર્વિસ બંધ કરાઇ હતી 

દ્વારકામાં ભારે વરસાદે થોડો વિરામ લીધા બાદ પણ દરિયામાં ભારે કરંટ  જોવા મળી રહ્યો હતો. જેને લઈ 16 જુલાઇએ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. GMB દ્વારા ખરાબ હવામાન અને દરિયામાં કરંટને પગલે યાત્રીકોની સલામાતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Statue of Unity cruise boat cruise boat statue of unity ક્રુઝ બોટ બંધ નર્મદા નદી વિયર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી Statue of Unity cruise boat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ