બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વાળને સિલ્કી અને સ્મૂથ બનાવવા છે, તો દહીંમાં આ પીળા દાણા ભેળવીને બનાવો પેસ્ટ, થશે ફાયદો
Last Updated: 08:43 PM, 18 September 2024
ખરતાં વાળથી મોટાભાગના લોકો પીડાય છે. દરેક લોકો ઇચ્છે છે કે તેમના વાળ જાડા અને ઘટાદાર હોય. આજે તમને એક એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમારા વાળ ખરતાં પણ અટકશે અને જાડા તથા ઘટાદાર પણ થશે. આ માટે તમારે દહી અને મેથીનું હેર માસ્ક લગાવવાનું રહેશે. કેમ કે મેથીમાં ફાઈબર, ઓલિક એસિડ, લીનોલિક એસિડ, કોલિન, વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન સી અને નિકોટોનિક એસિડ, આયરન અને ઝીંક હોય છે. દહી વાળને હાઈડ્રેશન આપે છે. જેનું હેર માસ્ક વાળમાં લગાવી શકાય છે.
ADVERTISEMENT
દહી અને મેથીનું હેર માસ્ક બનાવવાં માટે રાત્રી દરમિયાન બે ચમચી મેથીના દાણા પલાળીને રાખો. આગલી સવારે આ દાણાને વાટી દો. તેમાં અડધો કપ દહીં એડ કરો. આ પેસ્ટને મિક્સ કરીને માથામાં અડધા કલાક સુધી લગાવીને રાખો. પછી વાળ ધોઈ નાખો. તેનાથી એક નહીં પણ કુક છો જેટલા માથાના વાળને ફાયદા થશે.
ADVERTISEMENT
વધુ વાંચો : જો-જો ક્યાંક તમે તો ફ્રીજની અંદર નથી મૂકી રહ્યાં ને આ ચીજવસ્તુઓ! તો ચેતી જજો
વાળ અમુક વાર સુષ્ક થઈ જતાં હોય છે અને તે ફ્રીઝી લાગે છે. પરંતુ તમે આ હેર માસ્ક લગાવો છો તો વાળ મુલાયમ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.