બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વજન ઓછું કરવું છે તો ડાઈટમાં શામેલ કરી લો આ ડ્રાયફ્રૂટ, શરીરને મળશે અઢળક ફાયદાઓ
Last Updated: 03:21 PM, 15 July 2024
વધતું વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે અને ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવો એ ઘણી અઘરી વાત છે. હવે જે લોકોને વજન ઉતારવું છે તેઓએ દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ.
ADVERTISEMENT
સામાન્ય રીતે દરેક લોકો પોતાને ફિટ રાખવા માટે લોકો ફળો અને ડ્રાયફ્રૂટ્સનો સહારો લે છે. આમ તો દરેક ડ્રાયફ્રુટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પણ અખરોટને વધુ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
વજન ઓછું કરવામાં મદદગાર
ADVERTISEMENT
જે લોકો વધતાં વજનને કોઈ પણ રીતે ઓછું નથી કરી શકતા એમને રોજ પલાળેલા અખરોટ ખાવા જોઈએ કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને કેલેરી ઓછી હોય છે.
હાડકાં મજબૂત બને છે
ADVERTISEMENT
અખરોટ એક એવું ડ્રાયફ્રુટ છે જેમાં આલ્ફા-લીનોલેનિક એસિડ મળી રહે છે અને તેની મદદથી શરીરના હાડકાં મજબૂત બને છે. એટલા માટે અખરોટનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT
ડાઈજેશન સારું રહેશે
જે લોકોએ ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે એમને સવારના સમયે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં ફાઈબરની માત્રા ઘણી વધુ હોય છે અને તેનાથી પાચન તંત્ર મજબૂત રહે છે.
ADVERTISEMENT
ડાયાબિટીસમાં અસરકારક
હાલના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસની ચપેટમાં આવેલ લોકો માટે હેલ્થી ડાઈટ બેસ્ટ ઓપ્શન છે. એવામાં એમને તેમની ડાઈટમાં રોજ 2-3 પલાળેલા અખરોટનો સમાવેશ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.