બ્રેકિંગ ન્યુઝ
VTV / If you want to invest then post offices this scheme will be beneficial for you
Nikul
Last Updated: 05:14 PM, 13 February 2021
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ વિકાસ પત્રથી 124 મહિનામાં પૈસા બમણા
પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં રિસ્ક ઓછુ છે અને સાથે સાથે પૈસાની બચત પણ કરી શકાય છે. પોસ્ટ ઓફિસ તરફથી ગ્રાહકો માટે ઘણાં પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર તેમાથી એક છે. આ સ્કિમ અંતર્ગત તમે તમારા પૈસાને 124 મહિનામાં બમણા કરી શકો છો.
ADVERTISEMENT
10 વર્ષમાં પૈસા 4 ગણા વધશે
1 એપ્રિલ 2020 બાદથી કિસાન વિકાસ પત્રમાં આપને વાર્ષિક 6.9 ટકાનાં દરે વ્યાજ મળી શકે છે. જ્યારે સરકાર પહેલા આ સ્કિમ પર 7.6 ટકાનાં દરે વ્યાજ આપી રહી હતી. જો તમે સરકારની આ સ્કિમમાં રોકાણ કરો છો તો તમારા પૈસા 10 વર્ષમાં 4 ગણા વધી શકશે. એટલે કે તમારા પૈસાને ડબલ થવામાં 124 મહિનાનો સમય લાગશે. ઉદાહરણ તરીકે જો તમે આ સ્કિમમાં 5 લાખ રુપિયાનું રાકાણ કરો છો તો 124 મહિના બાદ 10 લાખ રુપિયા મળશે.
ઓછામાં ઓછી 1000ની રકમ જમા કરાવી શકશો
કિસાન વિકાસ પત્રમાં તમે 100 રુપિયાની એકથી વધારે રકમ જમા કરાવી શકો છો. જ્યારે આ ખાતામાં તમારે ઓછામાં ઓછી એક હજારની કિંમત જમા કરાવી શકો છો. આ ખાતામાં પૈસા જમા કરવાની કોઈ અધિકતમ સીમા નથી. આ સ્કીમમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ ખાતુ ખોલાવી શકે છે.
સગીર તરફથી કોઈ વયસ્ક કેવીપી સર્ટિફિકેટ ખરીદી શકે છે
કેવીપીમાં સર્ટિફિકેટ કોઈ પણ વયસ્ક, અધિકતમ ત્રણ વયસ્ક મળીને જોઈન્ટ એકાઉન્ટમાં 10 વર્ષની ઉંમરથી વધારેનાં વ્યક્તિ ખરીદી શકે છે. તે ઉપરાંત કોઈ સગીર તરફથી કોઈ બીજો વયસ્ક અને કોઈ દિવ્યાંગ વ્યક્તિ તરફથી તેનાં માતા પિતા પણ ખરીદી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.