બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / કારની માઇલેજ વધારવી હોય તો અપનાવો આ ઓટો ટિપ્સ, દર મહીને થશે બમ્પર બચત

ઓટો ટિપ્સ / કારની માઇલેજ વધારવી હોય તો અપનાવો આ ઓટો ટિપ્સ, દર મહીને થશે બમ્પર બચત

Last Updated: 03:27 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારી કાર ધાર્યા કરતા ઓછી એવરેજ આપે છે? કારની એવરેજને નીચે જણાવેલ ટિપ્સને ફોલો કરીને વધારી શકાય છે.

કાર ધરાવતા દરેક લોકો ઈચ્છે છે કે તેમની કાર વધારે એવરેજ આપે. જો કાર ઓછી એવરેજ આપે છે તો તેની અસર આપણા ખિસ્સા પર પડે છે. અને આપણું બજેટ પણ ખોરવાઈ શકે છે. ઓછી એવરેજ આપવાના ઘણા કારણ હોય છે. જેમાં તમે ગાડીની દેખભાળ કેવી રીતે રાખો છો? ડ્રાઈવિંગ, એર ફિલ્ટર, ટાયરમાં હવા અને બેરિંગ સહિતનો રોલ ગાડીની એવરેજ પાછળ હોય છે. આજે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે કારની એવરેજ વધારી શકશો.

  • ગિયર
    કાર ચલાવતી વખતે સ્પીડ મુજબ ગિયર રાખો. જો એવું નથી કરવામાં આવતુ તો એન્જિન પર લોડ વધુ પડે છે. જેથી એન્જિનમાં ફ્યૂલની ખપત વધી જાય છે. તેની અસર એવરેજ પર પડે છે. ઠંડા એન્જિનમાં સ્પીડમાં કાર ન ચલાવો. થોડી વાર ગાડી સ્ટાર્ટ રાખીને પછી ચલાવો.

વધુ વાંચો : જો-જો આધાર કાર્ડમાં ક્યારેય આવી ભૂલ ન કરતા, કારણ કે એકજ વાર થાય છે અપડેટ

  • ફ્યૂલ

તમારી કારમાં ફ્યૂલ વિશ્વાસપાત્ર પેટ્રોલ પંપ પરથી જ ભરાવો. જો ફ્યૂલમાં ભેળશેળ હશે તો તેની અસર એવરેજ પર પડશે. એવરેજ ઘટી જશે. એન્જિન પર ખરાબ અસર થશે. એવરેજ ઘટી જાય તો પેટ્રોલ પંપ બદલીને એવરેજ ચેક કરવી.

  • ઈન્જેક્ટર્સ
    એન્જિન સુધી ફ્યૂલ પહોંચાડવાનું કામ ઈન્જેક્ટર્સ કરે છે. આથી તેનું પ્રોપર રીતે કામ  કરવું જરૂરી છે. જો તેનામાં કોઈ પ્રોબ્લેમ આવે તો ફ્યૂલની ખપત વધી શકે છે. અંતે એવરેજ ઓછી મળે છે. આથી તેને વખતો વખત ચેક કરતા રહેવું અને તેની સર્વિસ કરાવતા રહેવું. વાહન ઓછી એવરેજ આપતું હોય તો સર્વિસ વખતે તેને ચેક કરાવો.
PROMOTIONAL 4
  • એર ફિલ્ટર
    એર ફિલ્ટર પર ગંદકી, ધૂળ, અને ડસ્ટ ચોંટી જાય છે. આમ થવાથી તેનો ફલો બાધિત થાય છે. અને વાહનને વધુ તાકાત લગાવવી પડે છે. આથી ફ્યૂલ વધુ વપરાય છે. સર્વિસ દરમિયાન એર ફિલ્ટરની સફાઈ જરૂર કરાવો, જરૂર પડે તો ચેન્જ પણ કરાવી દો.
  • સર્વિસ
    કારની સમયસર સર્વિસ ખૂબ જરૂરી છે. જો તમે સર્વિસ નથી કરાવતા તો એવરેજ ઓછી થઈ શકે છે. સર્વિસ વખતે કારની અનેક વસ્તુ રિપેર થઈ જાય છે. એન્જિન ઓઇલ પણ ચેન્જ થઈ જાય છે. જેથી પાર્ટ્સ સારી રીતે વર્ક કરવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Car Tips Auto News Automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ