બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / if you want to cancel a train ticket then know this basic rule in this case it is charged

Ticket Cancellation Rules / ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવી છે તો જાણો બેઝિક નિયમ, 30 મિનિટ પહેલા કપાશે આટલા રૂપિયા

Bhushita

Last Updated: 11:25 AM, 16 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા ટિકિટ કેન્સલ કરાવવા માટે 60 રૂપિયાનો ચાર્જ લાગે છે અને 30 મિનિટ પહેલાંની પછી ટિકિટ કેન્સલ કરાવો છો તો કોઈ રૂપિયા પાછા મળશે નહીં

  • ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવી છે તો જાણો બેઝિક નિયમ
  • 30 મિનિટ પહેલા ટિકિટ કેન્સલ કરાવવા માટે 60 રૂપિયાનો ચાર્જ લાગે
  • આ પછી કોઈ રૂપિયા પાછા મળશે નહીં

અનેક વાર એવું બને છે કે તમે ટ્રાવેલિંગનો પ્લાન બનાવો છો અને પછી તમારી ટ્રિપ કેન્સલ થઈ જાય છે. એવામાં ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવાની જરૂર પડે છે. ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવામાં રેલ્વે પોતાના કામના વધારાને ભારને વસૂલે છે. આ ક્લાસ માટે અલગ અલગ રૂપિયા કાપવમાં આવે છે. આ સમયે તમારે એ જાણવું જરૂરી છે કે રેલ્વે કેન્સલેશનની સ્થિતિમાં કેટલો ચાર્જ વસૂલે છે. 

સ્લીપર ક્લાસમાં વેટિંગ અને આરએસી કેન્સલ ચાર્જ
જો તમારી ટિકિટ સ્લીપર કે અન્ય ક્લાસની છે અને તે વેટિંગ લિસ્ટમાં છે કે આરએસી છે તો તેની પર ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા સુધી કેન્સલ કરાવવાની સુવિધા મળે છે. આ માટે એક યાત્રીની ટિકિટ કેન્સલ કરવા માટે રેલ્વે તમારી પાસે 60 રૂપિયા ચાર્જ લે છે. આ સિવાયના રૂપિયા તમને પરત મળે છે. પણ આ 30 મિનિટ પછી તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તેની પર રેલ્વે તમને કોઈ રૂપિયા પાછા આપશે નહીં. ટિકિટનું પૂરું ભાડું તમારે આપવાનું રહે છે. અનારક્ષિત ટિકિટમાં તમને 30 રૂપિયાનો ચાર્જ લાગે છે અને ટ્રેન ઉપડવાના 30 મિનિટ બાદ પણ કેન્સલ  કરો છો તો પણ એ જ રૂપિયા કાપવામાં આવે છે.  


 
48 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ પર કેન્સલેશન ચાર્જ
જો ટિકિટ કન્ફર્મ થઈ છે તો ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા ટિકિટ કેનસલ કરાવો છો તો તેમાં રેલ્વેના અલગ અલગ ક્લાસ માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. જો ટિકિટ કન્ફર્મ છે તો સેકન્ડ ક્લાસની ટિકિટ કેન્સલ કરાવવા માટે પેસેન્જર દીઢ 60 રૂપિયા, સેકન્ડ ક્લાસ સ્લીપર પર 120 રૂપિયા, 3 એસી/એસીસી/ 3  એ ઈકોનોમી પર 180 રૂપિયા, 2એસી/ફર્સ્ટ ક્લાસ પર 200 રૂપિયા અને એસી એક્ઝીક્યુટિવ ક્લાસ પર 240 રૂપિયાનો ચાર્જ વસૂલાય છે. આ નિયમ ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા કેન્સલ થતી ટિકિટ માટે લાગૂ કરાશે. 
 

ટ્રેન ઉપડવાના 12 કલાક પહેલા લાગશે આટલો ચાર્જ
જો ટિકિટ કન્ફર્મ છે અને ટ્રેન ઉપડવાના 12 કલાર પહેલા અને 48 કલાક પહેલાની વચ્ચે કેન્સલ કરાય છે તો રેલ્વે દરેક પેસેન્જર પર ટિકિટના મૂલ્યનું ન્યૂનતમ 25 ટકા કે ઉપરનામાં જે વધારે હશે તે ચાર્જ કરશે. જો સેકન્ડ ક્લાસની ટિકિટનું મૂલ્ય 100 રૂપિયા છે તો તેના 25 ટકા 25 રૂપિયા નહીં કપાય પણ ઉપર જે 50 રૂપિયા સેકન્ડ ક્લાસ માટે કાપમાં આવે છે તે કાપવામાં આવશે. એ જ કપાશે જે 60 રૂપિયા અને 25 રૂપિયાથી વધારે છે. 

4 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા માટે મળશે અડધા રૂપિયા પરત
અન્ય તરફ જો ટિકિટ ટ્રેન ઉપડવાના 4થી 12 કલાક પહેલાની વચ્ચે કેન્સલ કરાવવામાં આવે છે તો દરેક પેસેન્જરના 50 ટકા રૂપિયા કે ઉપરનામાંથી જે પણ રકમ વધારે હશે તેને ચાર્જ કરવામાં આવશે. જો ટિકિટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં કે પછી કેન્સલ કરાવાય છે તો રેલ્વે કોઈ રૂપિયા રિફંડ આપશે નહીં. ઉલ્લેખનીય છે કે બેઝિક રૂલ આઈઆરસીટીસીના વેબસાઈટ સિવાય  http://www.indianrail.gov.in/ અને  https://erail.in પર પણ આપવામાં આવ્યા છે. અહીંથી તમે વધારે માહિતી લઈ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancel Ticket Cancellation Charge Railway Rules Train Ticket કેન્સલ ક્લાસ ચાર્જ ટિકિટ રિફંડ રૂપિયા રેલ્વે Ticket Cancelation Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ