બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / If you want to buy gold, it is the best time, in 6 months there has been a decrease of 6000 rupees

ગોલ્ડન ચાન્સ / સોનું ખરીદવું હોય તો ઉતમ સમય, 6 મહિનામાં 6000 રૂપિયા જેટલી ઘટી કિંમત

Last Updated: 12:17 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકાણકારો યુએસ ડોલરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે અને તેને કારણે જ સોનાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે

  • સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 1500 રૂપિયા ઘટાડો થયો 
  • સોનું હાલ લગભગ છ મહિનાના સૌથી નીચા સ્તર પર
  • ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતમાં ઘટાડો 

અમેરિકામાં છેલ્લા અઠવાડિયે જ ફુગાવાના આંકડા બહાર આવ્યા પછી આખી દુનિયાના બજારોમાં રોકાણકારો સાવધાન થઈ ગયા છે. હાલ એવું માનવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાજ દરમાં વધારો કરી શકે છે અને તેને કારણે જ રોકાણકારો યુએસ ડોલરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે અને તેને કારણે જ સોનાની કિંમતમાં નુકસાન થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 1500 રૂપિયા એટલે કે 3 ટકા જેટલો ઘટાડો થયો હતો.

આ કારણે ઘટે છે કિંમત 
ગયા અઠવાડિયે અમેરિકામાં ફુગાવાના આંકડા બહાર પાડવામાં આવ્યા પછી એક્સપર્ટ માને છે કે ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાજ દરમાં 01 ટકા એટલે કે 100 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. આ સિવાય ડૉલરની મજબૂતાઈ પણ સોનાની કિંમતમાં ઘટાડામાં મહત્વનો ભાગ ભજવી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પણ સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. આજે સવારે MCX પર સોનું  0.3 ટકા ઘટીને 49,237 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. સોનું હાલ લગભગ છ મહિનાના સૌથી નીચા સ્તર પર છે પણ એ જ સમયે 56,820 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતમાં ઘટાડો 
વૈશ્વિક બજારમાં આજે સોનાનો ભાવ 0.42 ટકા ઘટીને 1,667.85 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત 0.22 ટકા ઘટીને 19.36 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. આ સાથે જ પ્લેટિનમના ભાવ પણ 0.47 ટકા ઘટીને 902.73 ડોલર પ્રતિ ઔંસ થયા છે.

6 મહિનામાં 6000 રૂપિયા જેટલું સસ્તું થયું સોનું 
છેલ્લા અઠવાડિયાથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સોનું 49,190 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે અને ચાંદીના 56,796 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક બજારમાં આ વર્ષે માર્ચના મધ્યમાં સોનું 55,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. જણાવી દઈએ કે સોનું તેના ઉચ્ચ સ્તર કરતાં લગભગ 6,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વંહેચાઈ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gold prices today સોનાની કિંમત Gold Price
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ