બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:21 PM, 12 November 2024
જો તમે પણ લગ્નની સિઝનમાં સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થવાની છે પરંતુ સોના-ચાંદીની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડો આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને
ADVERTISEMENT
સોનાની કિંમતમાં ઘટાડો યથાવત છે, આજે 99.9 ટકા શુદ્ધ સોનાની કિંમત 1,750 રૂપિયા ઘટીને 77,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. માનવામાં આવે છે કે ભાવ ઘટીને 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. માંગમાં સુસ્તીની અસર એવી છે કે બુલિયન માર્કેટમાં નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો. પાછલા સત્રમાં તે રૂ. 79,550 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો.
ચાંદીની કિંમતમાં 2700 રૂપિયાનો ઘટાડો
ADVERTISEMENT
ચાંદીની કિંમત પણ મંગળવારે રૂ. 2,700 ઘટીને રૂ. 91,300 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી, જ્યારે તેની અગાઉની બંધ કિંમત રૂ. 94,000 પ્રતિ કિલો હતી. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 1,750 રૂપિયા ઘટીને 77,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોમવારે સોનાનો ભાવ 79,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. LKP સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે કોમેક્સ પર ભાવ $2,600ની નીચે રહ્યા હતા, જેના કારણે સોનું દબાણ હેઠળ રહ્યું હતું.
MCX પર સોનું રૂ. 75,000ની નીચે
10 ઓક્ટોબર પછી પહેલીવાર એમસીએક્સ પર સોનું રૂ.75,000થી નીચે ગબડ્યું. તેમણે કહ્યું, 'હાલનો ડાઉનવર્ડ ટ્રેન્ડ સૂચવે છે કે નબળાઈ વધુ ચાલુ રહી શકે છે, જો કોમેક્સ સોનું $2,600ની નીચે રહે છે અને આગામી સત્રમાં $2,500ના સ્તરને સ્પર્શે છે, તો ભાવ ઘટીને રૂ. 72,000 થઈ શકે છે.' વિદેશી બજારોમાં, કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ $19.90 પ્રતિ ઔંસ અથવા 0.76 ટકા ઘટીને $2,597.80 પ્રતિ ઔંસ થયું હતું.
સોનામાં ઘટાડો ચાલુ રહ્યો હતો
માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના કારણે આર્થિક આશાવાદ વચ્ચે સોનામાં ઘટાડો ચાલુ રહ્યો છે..' એશિયન માર્કેટમાં કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ 0.6 ટકા ઘટીને 30.43 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા. મંગળવારે MCX પર સોનાનો ભાવ રૂ. 71.00 ઘટીને રૂ. 75351 અને ચાંદી રૂ. 89182 પર ટ્રેન્ડ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.