બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / તમે ઇચ્છો છો કે તિજોરી રૂપિયાથી છલકાયેલી રહે, તો હવેથી આ દિશામાં લગાવજો તુલસીનો છોડ

વાસ્તુ શાસ્ત્ર / તમે ઇચ્છો છો કે તિજોરી રૂપિયાથી છલકાયેલી રહે, તો હવેથી આ દિશામાં લગાવજો તુલસીનો છોડ

Last Updated: 03:44 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા આપવાનું કામ કરે છે પરંતુ જો તેને વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તે સુકાઈ જાય છે અને શુભ ફળ પણ નથી આપતું.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ પરિવારોમાં તેની માતા તરીકે પૂજા પણ થાય છે. તેને માતા લક્ષ્મીનો અવતાર પણ માનવામાં આવે છે. જેથી તે ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. જેના ઘરમાં તુલસીનો છોડ હોય તેમને ત્યાં નકારાત્મક ઊર્જા નથી આવતી.

તુલસી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવાનું પણ કામ કરે છે. પરંતુ અમુક વખત તમે પણ જોયું હશે કે, તુલસીનો છોડ સૂકાઈ જતો હોય છે. આવું થવા પાછળનું કારણ વાસ્તુદોષને માનવામાં આવે છે. જો તેને યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો તુલસી સૂકાઈ જાય છે.

વધુ વાંચો : અમદાવાદના કામનાથ મહાદેવ, જ્યાં એકસાથે પ્રસ્થાપિત છે 12 જ્યોતિર્લિંગ, જેનો છે અનેરો મહિમા

  • કઈ દિશામાં લગાવવો છોડ?
    તુલસીના છોડને હંમેશા ઘરની ઉત્તર દિશા તરફ લગાવવો જોઈએ. કેમ કે, ઉત્તર દિશામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. અહીંથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. જેથી તેને ઉત્તર દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે.
PROMOTIONAL 9
  • કઈ દિશામાં ન લગાવવો છોડ?
    જો તમે તમારા ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવેલો હોય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમારો છોડ સુકાઈ શકે છે. ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવાથી સમૃદ્ધિ રહે છે. પૈસા પણ ખૂટતા નથી. સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.

(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)

સંકળાયેલા મુદ્દાઓ

Vaastu Shastra Religion Tulsi Plant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ