બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBIની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણની છેલ્લી તક! રિસ્ક વગર જ બમ્પર રિટર્નનો ફાયદો
Last Updated: 04:42 PM, 23 March 2025
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકો માટે બે ખાસ FD યોજનાઓ રજૂ કરી છે. SBI અમૃત વૃષ્ટિ અને SBI અમૃત કળશ. આ બંને યોજનાઓ મર્યાદિત સમયગાળા માટે છે અને રોકાણકારોને આકર્ષક વ્યાજ દરો મેળવવાની તક પૂરી પાડે છે. આવો જાણીએ આ બે યોજનાઓ પર તમને કેટલું વ્યાજ મળશે અને તમે તેમાં કેટલા સમય માટે રોકાણ કરી શકો છો.
ADVERTISEMENT
એસબીઆઈ અમૃત વૃષ્ટિ
SBIની આ ખાસ FD ની મુદત 444 દિવસની છે અને વ્યાજ દરો અલગ અલગ લોકો માટે અલગ અલગ છે. સામાન્ય નાગરિકો માટે તે 7.25% વાર્ષિક છે, વરિષ્ઠ નાગરિકો માટે તે 7.75% વાર્ષિક છે. આમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે. રોકાણકારો તેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રોકાણ કરી શકે છે.
ADVERTISEMENT
જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં ₹5,00,000 નું રોકાણ કરે છે, તો 444 દિવસ પછી તેને લગભગ ₹5,47,945 મળશે, જેમાં ₹47,945 નું વ્યાજ શામેલ હશે.
એસબીઆઈ અમૃત કળશ
SBI ની આ ખાસ FD યોજના 400 દિવસ માટે છે અને તેમાં વ્યાજ દરો પણ અલગ છે. તેમાં સામાન્ય નાગરિકો માટે વાર્ષિક 7.10% અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.60% વ્યાજ દર છે. આમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે. જો કોઈ સામાન્ય નાગરિક આ યોજનામાં ₹5,00,000નું રોકાણ કરે છે, તો 400 દિવસ પછી તેને લગભગ ₹5,38,082 મળશે, જેમાં ₹38,082 વ્યાજનો સમાવેશ થશે.
આ પણ વાંચોઃ OIL Indiaમાં લેખિત પરીક્ષા વગર સીધી ભરતી, મહિને મળશે 80,000 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી
SBI પેટ્રોન
SBI એ સુપર સિનિયર સિટીઝન્સ (80 વર્ષ અને તેથી વધુ ઉંમરના) માટે "SBI પેટ્રોન" નામનો એક નવો ટર્મ ડિપોઝિટ વેરિઅન્ટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ, સુપર સિનિયર સિટીઝનને વરિષ્ઠ નાગરિકોને લાગુ પડતા વ્યાજ દરો કરતાં 10 બેસિસ પોઈન્ટ (BPS) વધુ વ્યાજ દર આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને વધારાની નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.