બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you want growth for your children, give good food to them

સ્વાસ્થ્ય / બાળકોનો સારો ગ્રોથ ઇચ્છતા હો તો અત્યારથી જ આયરનથી ભરપુર ખોરાક આપો

Juhi

Last Updated: 06:27 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના બાળકોમાં આયરનની કમી સામાન્ય વાત છે, પરંતુ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આયરનની કમીથી બાળક સુસ્તી અને થાક અનુભવે છે. બાળક વારંવાર બીમાર પણ થાય છે. લોહીની કમીથી બાળકના મગજમાં ઓક્સિજનની કમી થાય છે અને મગજનો વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. તેથી બાળપણથી જ તેની પર ધ્યાન રાખવું જોઇએ.

આયરનની કમીથી શરીરમાં એનિમિયા(લોહીની કમી) થાય છે અને ત્વચાનો રંગ બદલાઇને પીળો પડી જાય છે. વજન ઘટવા લાગે છે. ફેફસામાં ઓછુ ઓક્સિજન પહોંચવાથી લોહીમાં રેડ બ્લડ સેલ્સની કમી સર્જાય છે. બાળક નબળુ પડે છે, તેને ભુખ લાગતી નથી. તેનામાં ચિડિયાપણુ, થાક, કમજોરી, વધુ પરસેવો થવો તેમજ માટી અને ચુનો ખાવાની ઇચ્છા થવા લાગે છે. તેની કમીથી માંસપેશીઓ પણ નબળી પડવા લાગે છે.

બાળક જન્મે તેના શરુઆતના છ મહિનામાં આયરનની પુર્તિ માતાના દુધથી થાય છે. ત્યારબાદ બાળકને દાળ, દુધ, દલિયા જેવા ઠોસ આહાર, મોસમી ફળ, પાંદડાવાળી શાકભાજી જેમકે પાલક, બીટ , ખિચડી, બીન્સ આપવાનું શરુ કરવું જોઇએ. ડોક્ટરની સલાહ વગર કોઇ સપ્લીમેન્ટ્સ ન આપો.

કોના માટે કેટલુ આયરન જરૂરી
બાળકને તેની ઉંમર પ્રમાણે આયરનની જરુર પડે છે. છ મહિના સુધીના બાળકને 0.27 મિગ્રા, 7-12 મહિનાના બાળકને 11 મિગ્રા, એકથી ત્રણ વર્ષના બાળકને 07 મિગ્રા, 4-8 વર્ષના બાળકને 10 મિગ્રા, 9-13 વર્ષના બાળકને 8 મિગ્રા, 14-18 વર્ષના બાળકોને 11 મિગ્રા અને 14-18 વર્ષની છોકરીઓને રોજ 15 મિગ્રા આયરનની જરુર પડે છે.

આ બાળકો પર વિશેષ ધ્યાન આપો
જે બાળકો પ્રિમેચ્યોર બેબી છે, સામાન્ય વજન કરતા જેનુ વજન ઓછુ છે, જે બાળકો ઓછુ દુધ પીવે છે. અથવા જે બાળકોની માતા કુપોષિત છે અથવા જેની માતાને આયરનની કમી છે તેવા બાળકો પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. WHOના સર્વે મુજબ દર 3માંથી બે બાળકોના મૃત્યુનુ કારણ કુપોષણ છે. 40 ટકાથી વધુ બાળકોને લોહીની કમીની અસર મગજ પર પણ થઇ રહી
છે.

આ વસ્તુઓ વધુ ખવડાવો
બીટ, આંબળા, જાંબુ, પિસ્તા, દાડમ, સફરજન, પાલક, સુકી દ્રાક્ષ, અંજીર, કેળા, અંકુરિત અનાજ, બદામ, કાજુ, અખરોટ, મગફળી, ગોળ અને તલમાં ભરપુર માત્રામા આયરન હોય છે. ખાટા ફળો પણ ખવડાવો તેમા વિટામીન સી હોય છે જે શરીરમાં હીમોગ્લોબિનની માત્રાને વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Childern Food Growth lifestyle Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ