બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you take this drink in the morning, the old problem of constipation will be removed

હેલ્થ / કબજિયાત જડમૂળથી ગાયબ, બસ રોજ સવારમાં આ 5 ડ્રીંક સાથે કરો દિવસની શુભ શરૂઆત

Ajit Jadeja

Last Updated: 02:39 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાવા-પીવાની ખરાબ આદતો અને દરરોજની જીવનશૈલીમાં બેદરકારીના કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક યોગ્ય સમયે યોગ્ય રીતે પચતો નથી.જે રોગોનું કારણ બને છે. કબજિયાત મુખ્યત્વે આ દોષના કારણે થાય છે, જેના કારણે મળ શુકુ અને સખત થઈ જાય છે.

વાત, પિત્ત અને કફના દોષનું અસંતુલન થવાથી શરીર બીમારીઓથી ઘેરાઈ જાય છે. અત્યારે લોકોની જીવનશૈલી એવી બની ગઈ છે કે કબજિયાતના કારણે દિવસની શરૂઆત જ બગડી જાય છે. એક્સપર્ટ્સના મતે એક તંદુરસ્ત વ્યક્તિને મળ ત્યાગની પ્રક્રિયામાં 5 મિનિટ જ થાય છે. પરંતુ જો તમને શૌચની ક્રિયામાં વધુ સમય થાય છે તો તમે પણ ક્યાંય કે ક્યાંક કબજિયાતની સમષ્યાથી પીડાઓ છો. પરંતુ જો અમે જણાવેલ આ પાંચ પીણાનુ સેવન સવારે કરશો તો તમને કબજિયાતની સમષ્યા નહીં રહે. ચાલો જાણીયે તે પીણા વિશે.

લીંબુ પાણી

જો તમારી પાચનક્રિયા બરાબર કામ નથી કરતી અને સવારે શોચ ક્રિયામામાં મુશ્કેલી પડી રહી છે તો તમે દરરોજ ખાલી પેટે વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી યુક્ચ લીંબુ પાણી પી શકો છો. ગેસ, એસિડિટી જેવી અનેક સમસ્યાઓમાં લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક છે.

વરિયાળીનું પાણી

સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી અથવા તેની ચા પીવાથી ગેસ અને અપચાથી છુટકારો મળી શકે છે. વરિયાળીને પાણીમાં નાખી ઢાંકીને 5-10 મિનિટ સુધી ઉકળવા દો, ગરમ થયેલ વરિયાળીનું પાણી પીવાથી જૂની કબજિયાતની બીમારીને પણ મટાડી શકો છો.

એલોવેરાનો જ્યૂસ

સવારે ઉઠીનેખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાથી કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત મળે છે. એલોવેરામાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે તમારી પાચન તંત્રને ઘણા ફાયદો પહોંચાડે છે. જો તમને ગેસની સમષ્યા હોય તો આ જ્યૂસમાં કાળું મીઠું ભેળવીને પી શકો છો.

સફરજનના જ્યુસ

ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર સફરજનનો જ્યૂસ કબજિયાતને મટાડવામાં મદદરૂપ થાય છે. આ જ્યૂસ પીવામાં સ્વાદિષ્ટ અને પાચનક્રિયામાં પણ ઘણો સુધારો કરનાર છે.

આદુનું પાણી

જૂના કબજિયાતને દૂર કરવામાં આદુનું પાણી ખૂબ જ ઉપયોગી છે. સવારે તમારે આદુંને થોડીવાર માટે પાણીમાં ઉકાળવું, આ આદુનાં પાણીને હૂંફાળા સ્વરૂપમાં જ સેવન કરવું.

કબજિયાત થવાના કારણો

લોટમાંથી બનાવેલ તળેલા અને મસાલેદાર ખોરાકનું સેવન કરવું
ઓછું પાણી પીવું અથવા પ્રવાહીનું સેવન ઓછું કરવું
સમયસર ભોજન ન કરવું
ચા, કોફી, તમાકુ અથવા સિગારેટ વગેરેનું વધુ પડતું સેવન કરવું
મોડી રાત સુધી જાગવાની ટેવ
ખોરાક પચ્યા વિના ફરીથી ખાવું
તણાવપૂર્ણ જીવન જીવવું
વધારે માત્રામાં અથવા તો લાંબા સમય સુધી પેઇનકિલર્સનો ઉપયોગ

સંકળાયેલા મુદ્દાઓ

constipation health tips કબજિયાત ઉપાય હેલ્થ ટિપ્સ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ