બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / જો આ રીતે ચલાવશો AC, તો વીજબિલ વધારે નહીં આવે, સરકારે આપી ટિપ્સ
Last Updated: 05:31 PM, 13 July 2024
અમુક લોકો વીજળીના વધુ બિલથી પરેશાન હોય છે. કેટલાક કિસ્સામાં ઓછું વપરાશ થતો હોય છતાં પણ વધુ બિલ આવતું હોય છે. અમુક કિસ્સામાં આડેધડ વીજળીના ઉપકરણો વાપરતા હોવાના કારણે વીજળીનું બિલ વધુ આવતું હોય છે.
ADVERTISEMENT
જો તમારે પણ વીજળીનું ઓછું બિલ લાવવું હોય તો આજે તમને કેટલીક આસાન ટિપ્સ જણાવીશું. જેને ફોલો કરીને તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. આ ટિપ્સ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ બાબત એ છે કે, તમારે જરૂર પડે ત્યારે જ વીજળીના ઉપકરણનો ઉપયોગ કરવો.
વધુ વાંચો : EPF કે PPF? બંને વચ્ચે છે કેટલો તફાવત, જાણો તેનાથી થતા ફાયદા અને નુકસાન
ADVERTISEMENT
સરકારે જાહેર કરેલી ટિપ્સમાં ACમાં બદલાવ કરવાનું જણાવાયું છે. જેમાં તમારે Non Inverterની જગ્યાએ Inverterવાળું AC ઉપયોગમાં લેવું જોઈએ. કેમ કે Inverterવાળા ACમાં વીજળી ઓછી વપરાય છે.
વીજળીના ઓછા વપરાશ માટે અન્ય એક બાબત પણ ધ્યાને લેવી જોઈએ. વીજળીના વધુ વપરાશ માટે માઈક્રોવેવ પણ જવાબદાર હોઈ શકે છે. કેમ કે અમુક વખત માઈક્રોવેવના ઉપયોગ બાદ પણ તેનું બટન બંદ કરવાનું ભૂલી જઈએ છીએ. આથી વીજળી વધુ વપરાય છે.
વીજળીનું ઓછું બિલ લાવવા માટે પંખા પર પણ વધુ ધ્યાન રાખવું જોઈએ. એડવાઈઝરી પ્રમાણે જરૂર પડે ત્યારે જ પંખો ચાલુ રાખવો જોઈએ. જ્યારે પંખાની જરૂર ના હોય ત્યારે તેને બંદ કરી દેવો જોઇએ. અમુક લોકો એવું પણ માને છે કે ઓછી સ્પીડમાં પંખો રાખવાથી ઓછું બિલ આવે છે. પરંતુ એવું નથી હોતું સ્પીડ ઓછી હોય તો પણ બિલ સરખું જ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.