ઉનાળામાં રૂમ ઠંડો કરનાર ACને જો શિયાળામાં 25 કે 30 ડિગ્રી પર ચલાવવામાં આવે તો શું રૂમ ગરમ થઈ શકે છે? જાણો આ પાછળ શું લોજીક છે?
સામાન્ય એર કંન્ડીશન ફક્ત રૂમને ઠંડો કરે છે
AC રૂમની ગરમ હવાને બહાર કરવાનું કામ કરે છે
બજારમાં હવે હોટ એન્ડ કોલ્ડ AC પણ આવ્યા છે
આ વર્ષે શિયાળાએ દિલ્હીમાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઠંડીથી બચવા લોકો વિવિધ વિકલ્પ શોધી રહ્યા છે. કેટલાક લોકો બોનફાયરનો સહારો લઈ રહ્યા છે અને કેટલાક રજાઇ છોડીને બહાર આવવા માંગતા નથી. લોકો રૂમને ગરમ રાખવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છે.
દિલ્હીમાં જ શિયાળાની ઋતુમાં વીજળીનો વપરાશ અનેકગણો વધી ગયો છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પ્રશ્ન ફરી રહ્યો છે કે શું આપણું એર કંડિશનર (AC), શિયાળામાં પણ કમાલ કરી શકે? જો અંદરનું તાપમાન જો ફક્ત 3 કે 4 ડિગ્રી હોય તો શું ACને 30 ડિગ્રી પર ચલાવવામાં આવે તો રૂમ ગમ થઈ જશે?
આ રીતે કામ કરે છે AC
હકીકતે નોર્મલ એસી રૂમને ઠંડક આપવા માટે બનાવવામાં આવે છે, રૂમને ગરમ કરવા માટે નહીં. એસી ગરમ હવાને શોષી લે છે અને તેની અંદર સ્થાપિત રેફ્રિજન્ટ અને કોઇલ વડે ઠંડી હવાને રૂમમાં ફેંકે છે, જે ઓરડાના વાતાવરણને ઠંડુ કરે છે.
સામાન્ય AC રૂમને ગરમ કરી શકતા નથી, કારણ કે તે માત્ર રૂમનું તાપમાન જ નીચે લાવી શકે છે. જો તમે હોટ અને કોલ્ડ એસી ચલાવો છો, જે બંને સિઝનમાં તાપમાનને નિયંત્રિત કરે છે, તો તમારો રૂમ ગરમ થઈ શકે છે.
તેને વધારે સરળ રીતે સમજીએ તો....
ધારો કે તમારા રૂમનું તાપમાન 30°C છે અને તમે તમારા ACને 25°C પર સેટ કરો છો. આ સ્થિતિમાં તમારા ACનું કોમ્પ્રેસર કામ કરવાનું શરૂ કરી દેશે અને તમારા રૂમમાંથી ગરમ હવાને બહાર કાઢશે. આના કારણે રૂમનું તાપમાન ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે અને એકવાર તે 25 ડિગ્રી સુધી પહોંચે છે.
કોમ્પ્રેસર થર્મોસ્ટેટની મદદથી આપમેળે બંધ થઈ જશે. આ સ્થિતિમાં માત્ર એસી પંખો જ કામ કરશે. પછી જ્યારે તાપમાન 25 ડિગ્રીથી ઉપર વધે છે, ત્યારે કોમ્પ્રેસર તેને 25 ડિગ્રી સુધી નીચે લાવવાની પ્રક્રિયા શરૂ કરશે.
આ રીતે ફેમ બની જશે AC
શિયાળામાં ધારો કે તમારા રૂમનું તાપમાન 12 ડિગ્રી છે અને તમે તમારા ACને 30 ડિગ્રી પર સેટ કરો છો, તો આવી સ્થિતિમાં AC કોમ્પ્રેસર ચાલુ નહીં થાય અને ફક્ત AC પંખો જ કામ કરશે. આનું કારણ એ છે કે ઓરડામાં તાપમાન પહેલેથી જ 30 ડિગ્રીથી નીચે છે.
હવે તે બિલકુલ ટેબલ ફેનની જેમ કામ કરશે. આવી સ્થિતિમાં તમારો રૂમ ગરમ થવાને બદલે વધુ ઠંડો થતો હોય તેવો અનુભવ થવા લગશે. એટલે કે હીટિંગ પંપ વિનાનું AC તમારા રૂમને ગરમ કરી શકતું નથી.
હોટ એન્ડ કોલ્ડ AC
જો તમે શિયાળામાં ACની ગરમ હવાનો આનંદ માણવા માંગતા હોવ તો તેના માટે તમારે Hot & Cold AC ખરીદવું પડશે. આ AC શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં કામ કરે છે. તે બંને સિઝનમાં ઉપયોગમાં લેવાના હેતુ માટે બનાવવામાં આવે છે.
હોટ એન્ડ કોલ્ડ એસીની ક્ષમતા 1.5 ટન છે. આ સમયે બજારમાં ઘણા સારા હોટ એન્ડ કોલ્ડ એસી ઉપલબ્ધ છે. તેમની કિંમત 35 થી 45 હજારની વચ્ચે છે. જો તમે હોટ અને કોલ્ડ એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમને કેટલાક હોટ અને કોલ્ડ એસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.