બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમને પાર્સલ માટે આવો કોઈ ફોન આવે તો સાવધાન રહેજો, જાણો નવા સ્કેમથી બચવા શું કરવું
Last Updated: 04:18 PM, 27 May 2024
ભારતમાં ઓનલાઇન સ્કેમનું પ્રમાણ વધી રહ્યું છે. એવામાં પાર્સલ સ્કેમ પણ મોટા પાયે થઈ રહ્યો છે. અત્યાર સુધી અનેક લોકો આ નવા સ્કેમનો શિકાર બની ચૂક્યા છે. જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. હવે આ સ્કેમને રોકવા ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર(I4C) અને દૂર સંચાર વિભાગે (DoT) ભેગા મળી એક્શન હાથ ધરી છે. આ સ્કેમમાં નકલી અધિકારી બનીને લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે.
ADVERTISEMENT
લોકો પર ભારતીય નંબર પરથી ફોન આવે છે. જેમાં ઠગો દ્વારા પોતાની ઓળખ સરકારી વિભાગોના અધિકારીની આપવામાં આવે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) સહિતના કર્મચારીની ઓળખ આપવામાં આવે છે. કોલ સ્પૂફિંગ ટેકનિક મારફતે અવાજ બદલી વાત કરવામાં આવે છે. જેમાં કહેવામાં આવે છે કે, તમારા નામથી કોઈ પાર્સલ આવ્યું છે, જેમાં ગેરકાયદેસર વસ્તુઓ છે. જેવી કે નકલી પાસપોર્ટ, ડ્રગ જેવી વસ્તુ પાર્સલમાં સામેલ હોવાનું જણાવવામાં આવે છે.
ADVERTISEMENT
જો પીડિત આ ઝાળમાં ફસાઈ જાય તો આ મામલાને રફે દફે કરવા પૈસા માંગવામાં આવે છે. આ પૈસા અલગ અલગ રીતે લેવામાં આવે છે. જેમાં સોનાના ઘરેણાં લેવા, વિદેશમાં પૈસા મોકલાવવા, કે ATM મારફતે પૈસા પડાવવા જેવી રીત અપનાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં પીડિતે ત્યાં સુધી કોલ પર રહેવું પડે છે જ્યાં સુધી પેમેન્ટ ના કરવામાં આવે.
આ પાર્સલ સ્કેમને રોકવા ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર(I4C) અને દૂર સંચાર વિભાગે પ્રયાસ હાથ ધર્યા છે. તેના માટે આ બંને વિભાગ માઈક્રોસોફ્ટની સાથે મળી કામ કરી રહ્યા છે. I4Cના CEO રાજેશ કુમારે જણાવ્યું કે, ઠગો દ્વારા પોતાની ઓળખ સરકારી કર્મચારીની આપવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે, તમારી ધરપકડ થઈ શકે છે, તમારે પૈસા આપવા પડશે. ફોન નંબર જોઈને પણ તમને એવું લાગે કે આ ફોન બેન્ક, CBI, RBI, NIA જેવી સંસ્થામાંથી આવ્યો છે. તેમને એવી નકલી સ્કાઈપ ID બનાવી છે જે સરકારી વિભાગો જેવી જ લાગે છે. માઈક્રોસોફ્ટે આવી 1500 જેટલી નકલી IDની માહિતી આપી છે.
આ ફ્રોડથી બચવા સરકારે અપીલ કરી છે કે, લોકોએ સંદિગ્ધ કોલનો રિપોર્ટ કરવો જોઈએ. આવા WhatsApp નંબરો, કોલ્સ કે વેબ સાઈટની ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરવી.
વધુ વાંચોઃ શું વોટર આઇડીકાર્ડ વિના પણ તમે વોટ આપી શકો? હા, એ કેવી રીતે? જાણો વિગત
કોઈ પણ સંદિગ્ધ કોલ્સ કે મેઝેજને સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરવો. ફોન કોલ્સના કારણે કોઈ પગલું ભરતા પહેલા સામેવાળાની ઓળખ કરી લો. એવા લોકો પર તરત જ ભરોષો ન કરો જે તમારી પર્સનલ માહિતી માંગે છે. સામેવાળાની ઓળખને લઇ તમે એકદમ આશ્વસ્ત ના હોય ત્યાં સુધી તમારા વિશે કોઈ માહિતી ન આપશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT