બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / બચજો! બેન્કમાં ફોન લગાવશો તો જશે સાયબર ગઠિયાઓને, મોબાઈલમાં ઘૂસ્યો ખતરનાક માલવેયર
Last Updated: 09:01 PM, 7 November 2024
ADVERTISEMENT
"FakeCall" નામનો માલવેયર એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યો છે. આ માલવેયર યુઝર્સના બેંક કોલ પર નજર રાખે છે. જ્યારે યુઝર્સ બેંક નંબર ડાયલ કરે છે ત્યારે તે સ્કેમર્સને કોલ રીડાયરેક્ટ કરી દે છે. પછી સ્કેમર્સ બેંકના પ્રતિનિધિઓ તરીકે વાત કરે છે, જેમાં તે બેંક ખાતા સાથે સંબંધિત માહિતી લઈને ખાતું ખાલી કરી નાખે છે. વર્ષ 2022માં શોધાયેલ આ માલવેરનું વધુ ઘાતક સંસ્કરણ હવે સામે આવ્યું છે. જેને અપડેટ કરવામાં આવ્યું છે, આ માલવેયર સ્માર્ટફોનને રિમોટલી કંટ્રોલ કરવામાં પણ સક્ષમ છે.
આ માલવેયરના નવા વર્ઝનમાં "Vishing" ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. "Vishing"માં નકલી ફોન કૉલ્સ અથવા વૉઇસ મેસેજથી તેમના ક્રેડિટ કાર્ડ નંબર્સ, લૉગિન ક્રેડેન્શિયલ્સ અને બેંકિંગ ડિટૈલ જેવી સંવેદનશીલ માહિતી શેર કરવાનું કહેવામાં આવે છે. આથી "FakeCall"થી બચવા માટે ગૂગલ પ્લે સ્ટોર સિવાયના કોઈપણ અનવેરિફાઈડ સોર્સમાંથી એપ્સ ડાઉનલોડ ન કરવી જોઈએ. આ સિવાય દર અઠવાડિયે ફોન રીબૂટ કરો અને એન્ટીવાયરસ સોફ્ટવેર વડે સ્કેન કરો.
ADVERTISEMENT
"FakeCall" ને શોધવો મુશ્કેલ છે કારણ કે તે નકલી યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે જે અસલી Android કૉલ ઇન્ટરફેસ જેવું જ દેખાય છે. આ માલવેર ફરજી સાઈટ પરથી ફેલાઈ રહ્યો છે. આ માલવેર ફેલાવતી 13 એપ્સ શોધી કાઢવામાં આવી છે, પરંતુ તેના નામ હજુ સુધી જાહેર નથી કરાયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.