If You plan for Buying A New Car Keep These Things In Mind for more profit
ચેતજો /
તહેવારમાં નવી કાર ખરીદવાનું વિચારો છો તો જાણો આ વાતો, નહીં ખર્ચવા પડે વધારે રૂપિયા
Team VTV10:00 AM, 15 Oct 19
| Updated: 10:05 AM, 15 Oct 19
તહેવારોની સીઝન શરૂ થઈ છે ત્યારે માર્કેટમાં નવી ગાડીઓની ભરમાર થઈ રહી છે. જો તમે પણ આ સીઝનમાં નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ડિસ્કાઉન્ટની લાલચમાં શોરૂમ વાળા તમારી પાસેથી વધારે રૂપિયા ખંખેરે છે. એક તરફ ઓટો સેક્ટરમાં મંદી છે ત્યારે લોભામણી ઓફર્સની મદદથી કંપનીઓ પોતાનું વેચાણ વધારવાના પ્રયાસો કરી રહી છે.
નવી કાર ખરીદતા રાખો આ વાતોનું ધ્યાન
ડીલર્સ વેચાણ વધારવા અપનાવે છે આ ટ્રિક્સ
લોભામણી ઓફર્સને ઈગ્નોર કરીને ધ્યાન રાખો આ વાતો
નવી કાર વેચતી સમયે ડીલર્સ અપનાવે છે આ ટ્રિક્સ, જો તમે પણ કાર ખરીદવાનું વિચારો છો તો આ વાતોને પહેલાંથી જ જાણી લો તે તમારા માટે જરૂરી છે.
જૂની કારના એક્સચેન્જમાં રાખો આ વાતોનું ધ્યાન
જો તમે નવી કાર ખરીદતી સમયે તમારી જૂની કારને એક્સચેન્જમાં આપો છો તો તમને વધારે ફાયદો થશે નહીં. શોરૂમ વાળા તમારી જૂની કારની યોગ્ય કિંમત આપશે નહીં. તેના માટે તેમની પાસે મોડલને લઈને અનેક કારણો હોય છે. તેઓ ઓછી કિંમતમાં તમારી કાર એક્સચેન્જમાં લઈ લે છે. તમે નવી કાર ખરીદો ત્યારે યાદ રાખો કે ક્યારેય ડીલરની સાથે કાર એક્સચેન્જ ન કરો. તેને ઓપન માર્કેટમાં વેચો. અહીં તમને તમારી ગાડીના વધારે રૂપિયા મળશે.
પ્રતિકાત્મક ફોટો
વેચાણનો ટાર્ગેટ
દરેક કાર સેલ્સમેન કે ડીલરની પાસે વેચાણનો ટાર્ગેટ હોય છે. પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે મહિનાના છેલ્લા દિવસોમાં લેવડ દેવડનું પ્રમાણ તેઓ વધારી દેતા હોય છે. પરંતુ તમે સારી રીતે ભાવ કરો તે જરૂરી છે. શક્ય તેટલા રૂપિયા ઓછા કરાવવાનો પ્રયાસ કરો અને તમને સંતોષ થાય તો જ તે ડીલર પાસેથી કાર ખરીદો.
ઉતાવળ ન બતાવો
જ્યારે કાર ખરીદવા જાઓ ત્યારે એક મોડલને ટાર્ગેટ કરીને જાવ તે સારી વાત છે. પહેલાં તેની બહાર તપાસ પમ કરો. ક્યારેય કોઈ મોડલને લઈને ડીલર કે સેલ્સમેન સામે ઉતાવળ ન દેખાડો. તમારી ઉતાવળને જોઈને સેલ્સમેન તમારી પાસેથી વધારે રૂપિયા ખંખેરવાની કોશિશ કરે છે. સેલ્સમેનને ફાઈનાન્સ અને ઈન્શ્યોરન્સમાં પણ કમિશન મળે છે. માટે તમે તમારો ફાયદો ધ્યાનમાં રાખીને વધારે ભાવતાલ કરો તે તમારા માટે ફાયદારૂપ રહેશે.
પ્રતિકાત્મક ફોટો
જાણો કારની એક્સેસરીઝને વિશે
સેલ્સમેન તમને કાર લેતી વખતે એક્સેસરીઝ વિશે કહેવાનું શરૂ કરશે. સેલ્સમેન કાર્પેટ, સીટ કવર, મ્યુઝિક સિસ્ટમ, પાર્કિંગ સેન્સર અને અન્ય ઘણી વસ્તુઓની માહિતી આપશે. તેની કિંમતો પણ વધારે રહેશે. પણ જો તમે ઓપન માર્કેટમાં હોવ તો તમે તેમને ઓછી કિંમતે મેળવી શકો છો. આ તમામ એક્સેસરીઝ ઓરિજિનલ હોય છે. પરંતુ બિલ વિના કોઈપણ એક્સેસરીઝ ખરીદશો નહીં, બિલનો આગ્રહ તમને ઓરિજિનલ માલ આપશે. તો જો કોઈ સેલ્સમેન તમને કહે કે આ કારની સાથે તમને રૂ .15,000 ની એક્સેસરીઝ આપવામાં આવી રહી છે, તો એક્સેસરીઝને બદલે સમાન કિંમતના ડિસ્કાઉન્ટ માટે પૂછો અને તે જ એક્સેસરીઝ બહારથી મેળવો. તમને સસ્તી મળશે અને ઘણા ઓપ્શન્સ પણ તમને આપવામાં આવશે. મળશે.
ડિસ્કાઉન્ટની સચ્ચાઈ
કાર કંપનીઓ ફક્ત એ જ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપે છે જેનું વેચાણ ઓછું હોય છે. જેથી સ્ટોક ક્લિઅર કરી શકાય. જે કારના મોડલમાં વેટિંગ હોય અથવા તો જે મોડલ નવું હોય તેની પર ક્યારેય ડિસ્કાઉન્ટ મળતું નથી. એવામાં તમે સારી ડીલ માટે શોરૂમમાં જે મોડલ મળી શકતા હોય તેને સિલેક્ટ કરો તો તમે તમારા વધારે રૂપિયા બચાવી શકો છો.