ખોટી તેમજ અનિયમિત જીવનશૈલીને કારણે શરીર સાથે જોડાયેલી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે બ્લડ પ્રેશર વધવું, બ્લડપ્રેશર વધવાથી દિલની ધમનીઓનો પ્રવાહ ઝડપી બને છે. જો તેને યોગ્ય સમયે કન્ટ્રોલ ન કરાય તો હૃદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો વધે છે. બ્લડપ્રેશરની સમસ્યા થાય ત્યારે શરીરમાં દેખાતાં લક્ષણો પરથી તેની જાણ થઇ જાય છે. આવા સંજોગોમાં જો કોઇ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક હાઇ BP ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
શરીરમાં દેખાતાં લક્ષણ
• કાયમી માથાનો દુખાવો રહેવો
• કોઇ કામ કર્યા વગર પણ થાક કે આળસ જેવું લાગવું
• છાતીમાં દુખાવો અને બળતરા થવી
• શ્વાસ લેવામાં તકલીફ થવી
• હ્રદયના ધબકારા વધી જવા
આ કારણોથી બીપી થાય છે હાઇ
• વધુ માત્રામાં દારૂ કે સિગરેટ પીવાં
• જમવામાં મીઠાનો વધુ ઉપયોગ કરવો
• બહારનુ જંક ફૂડ અને ઓઇલી ફૂડનું વધુ પડતું સેવન કરવું
ખોટી લાઇફસ્ટાઇલ
• વજન વધવું
• વધુ ચિંતા કરવી અને તણાવ લેવો
• કસરત કે યોગ ન કરવા
• યોગ્ય માત્રામાં પાણી ન પીવું
હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા આ વસ્તુનો ખાસ ઉપયોગ કરો
• જે વ્યક્તિને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેણે પોતાના ડાયેટમાં લસણનો ઉપયોગ કરવો જોઇએ. રોજ ચારથી પાંચ કળી લસણ ખાવું ફાયદાકારક છે.
• ખાવામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા મરી ઘણા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેનાથી ઇમ્યુનિટી વધે છે.
• આમળાંમાં વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ હોવાથી રોજ એક ચમચી આમળાંનો પાઉડર લેવો જોઇએ
• લીલા પાંદડાંવાળાં શાકભાજી રોજેરોજ ખાવાં જોઇએ.
• સિઝનલ ફ્રૂટ આરોગવાં જોઇએ. અલગ અલગ કલરનાં ફળો આપણી હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.