બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If you have these items lying around in your car, get rid of them today! Otherwise the money will never stay in the pocket

જ્યોતિષ શાસ્ત્ર / તમારી કારમાં પડી રહી હોય આ વસ્તુઓ તો આજે જ કાઢીને ફેંકો! નહીંતર ખિસ્સામાં ક્યારેય નહીં ટકે પૈસા

Megha

Last Updated: 12:45 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટી સંખ્યામાં લોકો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નક્કી કરેલા દિવસે અને સમય પર કાર ખરીદે છે, જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ કારના આ ઉપાયને ધ્યાનમાં રાખો..

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ કોઈપણ લોકો મહત્વપૂર્ણ કે મોટું કાર્ય કરે છે
  • કાર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખો 
  • કારની ડિક્કીમાં આ વસ્તુઓ ન રાખો

આપણા ભારત દેશમાં વધુ પડતાં લોકો જ્યોતિષમાં માને છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ કોઈપણ મહત્વપૂર્ણ કે મોટું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાત કરી તો જ્યારે કોઈ વ્યક્તિ કાર ખરીદવા જાય છે ત્યારે તે જ્યોતિષશાસ્ત્રને ધ્યાનમાં રાખે છે. જો કે બધા લોકો આવું નથી કરતા પણ મોટી સંખ્યામાં લોકો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નક્કી કરેલા દિવસે અને સમય પર કાર ખરીદે છે. એવામાં જો તમે પણ જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય તો આજે અમે તમને કાર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ આ કારના ઉપાયને ધ્યાનમાં રાખો.. 

કારની ડિક્કીમાં આ વસ્તુઓ ન રાખો
સામાન્ય રીતે કારની ડિક્કી ઘણી મોટી હોય છે અને તેમાં ઘણો સામાન આવી જતો જોય છે અને એ માટે જ ઘણી વખત લોકો કારની ડિક્કીમાં બિનજરૂરી વસ્તુઓ મૂકી દે છે પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારની ડિક્કીમાં રાખવામાં આવેલી બિનજરૂરી વસ્તુઓ નુકસાનકારક અને અશુભ નીવડી શકે છે અને શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે, જેની વ્યક્તિની કુંડળી પર નકારાત્મક અસર પડે છે. એટલા માટે જો જો તમારી કારની ડિક્કીમાં વધારાનો કચરો, જૂના બિલ, બિનજરૂરી કાગળો કે વધારાનો વીંજરૂરી સમાન પડ્યો હોય તો તેને તરત જ ફેંકી દો. ખાસ ધ્યાન રાખો કે કારની ડિક્કી સાફ હોવી જોઈએ અને તેમાં માત્ર સ્ટેપની અને ટૂલ કીટ જેવી આવશ્યક વસ્તુઓ રાખવી જોઈએ.

કારને સાફ રાખો, ગંદકી ન કરો
અઆપણે બધા જાણીએ છીએ કે મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા હોય છે, તેના જીવનમાં પૈસા સહિત કોઈપણ વસ્તુની કમી નથી હોતી પણ તમે સાંભળ્યું જ હશે કે મા લક્ષ્મીને ગંદકી પસંદ નથી અને તે ગંદકીમાં રહેતી નથી અને એટલા માટે લોકોને કહેવામાં આવે છે કે દરેકએ ઘર સાફ રાખવું જોઈએ અને આ જ વાત કારમાં પણ લાગુ પડે છે. કાર પણ સ્વચ્છ હશે તો જ માં લક્ષ્મીની કૃપા બની રહેશે નહિંતર, તમે ગમે તેટલા પૈસા કમાવો, તે તમારી સાથે રહેશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

car jyotish shastra જ્યોતિષ શાસ્ત્ર jyotish shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ