બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:24 AM, 18 September 2024
ઘરે મની પ્લાન્ટનો છોડ લગાવવાનું શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો પણ ઉલ્લેખ છે. તેનાથી આર્થિક પ્રકૃતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ આ છોડના પાંદડા પીળા થઈ જાય અથવા સુકાય જાય તો તેને તરત દૂર કરવા જોઈએ નહીં તો તે આર્થિક તંગીનું કારણ બની શકે છે. તેથી ઘરે મની પ્લાન્ટનો છોડ વાવતા પહેલા કેટલીલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
જમીનથી ઉપર વેલ રાખવી
ADVERTISEMENT
સારી આર્થિક સ્થિતિ અને સકારાત્મક ઉર્જા માટે ઘર પર લગાવવામાં આવેલ મની પ્લાન્ટને હંમેશાં યોગ્ય દિશમાં અને સાફ જગ્યાએ રાખવો જોઈએ. તે સિવાય આ છોડની વેલ જમીનને સ્પર્શવી ન જોઈએ આવું થાય તો તેને અશુભ માનવામાં આવે છે.
ઘરનો મની પ્લાન્ટ કોઈને ગિફ્ટમાં ન આપવો
પોતાના ઘરમાં લગાવેલ મની પ્લાન્ટના છોડને કોઈ બીજાને ન આપવો જોઈએ. આવું કરવાથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર, મની પ્લાન્ટ હંમેશાં દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ કેમ કે આ દિશા ભગવાન ગણેશની માનવામાં આવે છે.
કાળા પડી ગયેલા ચાંદીના વાસણો પોલિશ કરો 3 ચીજથી | Chalo Share Karu
શુક્રવારના દિવસે કટિંગ ન કરવું
મની પ્લાન્ટના છોડને શુક્ર ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે તેથી શુક્રવારના દિવસે મની પ્લાન્ટને ઘરે લગાવવો જોઈએ. આ છોડનું કટિંગ શુક્રવારે ન કરવું જોઈએ આવું કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
મની પ્લાન્ટના ઘણા ફાયદા છે
હવાની શુદ્ધિ
મની પ્લાન્ટ હવામાંથી ઝેરી તત્વો જેમ કે ફોર્મલ્ડેહાઈડ અને બેન્ઝીન જેવા ઝેરી તત્વોને શોષી લે છે જેનાથી હવાની ગુણવતામાં સુધારો થાય છે. આ છોડને ઓછી સંભાળ અને જાળવણીની જરૂર છે.
વધુ વાંચોઃ- ચંદ્રગ્રહણ લાગી ગયું છે, ભૂલથી પણ આવું ન કરતા, નહીંતર મુશ્કેલીમાં મૂકાશે ગર્ભવતી મહિલા
શણગાર
મની પ્લાન્ટ સુંદર અને લીલા પાંદડા કોઈપણ જગ્યાને શણગારવા માટે મદદ કરે છે અને ઈનડોર સ્પેસમાં તાજગીનો અહેસાસ કરાવે છે. તે સિવાય મની પ્લાન્ટ ઝડપથી વધે છે અને કોઈપણ આકારના વાસણમાં તેને ઉગાડી શકાય છે.
વાતાવરણનું સંતુલિત કરવા
આ છોડ ભેજને જાળવી રાખે છે અને ગરમીમાં હવાને ઠંડીને કરે છે જેનાથી તમારા રૂમમાં આરામદાયક વાતાવરણ બને છે. આ હરિયાળી અને કુદરતી તત્વો માનસિક શાંતિ અને ઉત્સાહને વધારવામાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.