If you have not been vaccinated, you will not be able to get on the bus, you need to know the facts
અમદાવાદ /
શું વેક્સિન નહીં લીધી હોય તો બસમાં બેસવા નહીં મળે, તમારે હકીકત જાણવી જરૂરી
Team VTV03:48 PM, 24 Jun 21
| Updated: 03:50 PM, 24 Jun 21
સમગ્ર બાબત અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ કોર્પોરેશને ફરજીયાત શબ્દ પાછો લઈ વેક્સિન લઈ લે તો સારૂ એવો કહીને યુ ટર્ન લીધો હતો
વેકસીનેશન ને લઈ કોર્પોરેશન મહત્વનો નિર્ણય
શું વેક્સિન લેનારને જ બસમાં મુસાફરીનું અનુમતિ
AMTS અને BRTS મુસાફરોનું કરવામાં આવશે ચેકીંગ
હાલમાં રાજ્યની અંદર બીજી લહેર ધીમી પડી છે, સાથે સાથે રાજ્ય રસીકરણ અભિયાન મામલે સમગ્ર ગુજરાતનો દેશમાં પ્રથમ ક્રમાંક આવી રહ્યો છે ત્યારે કોર્પોરેશન વિવાદમાં સપડાયું છે અમદાવાદ સિટી બસમાં મુસાફરી કરનારે ફરજીયાત કોરોના સામેની વેક્સિન લીધેલી હોવી જોઈએ તેવો વટ હુકમ મેયર કિરીટ પરમારે તેમજ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન હિતેશ બારોટે બહાર પાડ્યો હતો પરતું બાદમાં વિવાદ થતા મેયરે અને કોર્પોરેશને યુ ટર્ન લીધો હતો.
વેકસીનેશન ને લઈ કોર્પોરેશન મહત્વનો નિર્ણય
સમગ્ર બાબત અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ કોર્પોરેશને ફરજીયાત શબ્દ પાછો લઈ વેક્સિન લઈ લે તો સારૂ એવો કહીને યુ ટર્ન લીધો હતો મહત્વનું છે કે રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રણમાં ઘટાડો આવ્યાની સાથે સાથે સંક્રમિતોની સંખ્યામાં પણ ઘટાડો નોઁધાતા વહીવટી તંત્રે રાહતનો શ્વાસ અનુભવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં વેક્સિનેશનને લઈને કોર્પોરેશન મહત્વનો નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ સંક્રમણ વધે નહી તે માટે તંત્ર સજ્જ છે. બીજી તરફ આ મામલે મેયરે યુ ટર્ન લીધો છે.
વેકસીન લીધી છે કે કેમ તે અંગે કરવામાં આવશે તપાસ
અગાઉના નિર્ણય પ્રમાણે કોર્પોરેશને જણાવ્યું હતું કે જેમાં વહીવટી તંત્ર દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ મુસાફરોનું ચેકીંગ કરવામાં આવશે વેક્સિન લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડી શકે છે. કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશન મહત્વનો નિર્ણય કર્યો હતું પરંતું બાદમાં ફેરવી તોડી પાડ્યું હતું.
મુસાફરોના હોબાળાના ભયને લઇ ફેરવી તોડી
અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસમાં ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું હતું પહેલા મુસાફરી માટે મુસાફરોને રસી ફરજિયાત કહી કરી દીધી હતી હતી. જો કે ત્યારબાદ મુસાફરોના હોબાળાના ભયને લઇ માત્ર રસી લેવાની અપીલ કરી છેતેવું નિવેદન જાહેર કર્યું હતું કોર્પોરેશનની પ્રેસ નોટમાં પણ ગોટાળો થયો હોવાનું મેયરે કહ્યું હતુ તેમણે કહ્યું કે રસી ફરજીયાત નથી પરંતુ રસી લેવાની અપીલ કરવામાં આવી છે.