બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 12:30 PM, 1 June 2021
ADVERTISEMENT
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.
ADVERTISEMENT
બેન્કે કર્યુ ટ્વિટ
બેન્કે આ વાત પર ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે પાનકાર્ડને આધારથી લિંક કરાવી દો અને બેન્ક સેવાનો આનંદ લેતા રહો.
આ રીતે કરો પૅન કાર્ડને આધાર સાથે લિંક
લિંક ન થવા પર પૅનકાર્ડ થઇ જશે ઇનવેલિડ
પૅન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે લિંક નહી કરાવો તો તમારા પૅન કાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે. જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. તમારી પાસે પૅન કાર્ડ હોવા છતાં તમે કોઇ જ કામ નહી કરી શકો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.