બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / તમારા કામનું / આ બેંકમાં તમારુ ખાતું હોય તો અચૂક વાંચજો, 5 સેવાઓનો સર્વિસ ચાર્જ બદલ્યો
Last Updated: 02:43 PM, 5 September 2024
પંજાબ નેશનલ બેંક દ્વારા મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે. મંથલી અને ત્રિમાસિક આધારે એવરેજ બેલેન્સને લઇ બદલાવ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં મંથલી અને ત્રિમાસિક બેલેન્સ 500 રૂપિયા, સેમી અર્બનમાં 1000 રૂપિયા અને અર્બન એન્ડ મેટ્રોમાં 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. જો તમારામાં આટલુ બેલેન્સ મીનીમમ નહીં હોય તો 50 થી લઇ 250 રૂપિયાનો ચાર થશે.
ADVERTISEMENT
PNBએ DD ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. પહેલા 50 રૂપિયા અને 10000 થી લઇ 100000 સુધી પ્રતિ હજારે 4 રૂપિયા હતા. એક લાખથી વધુ પર પ્રતિ હજારે 5 રૂપિયા હતા અને મીનીમમ 600 રૂપિયા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ તમે જેટલા એમાઉન્ટનું DD બનાવો છો તો તેનું 0.40 ટકા DD ચાર્જ આપવો પડશે. તે રકમ મીનીમમ 50 રૂપિયા અને મેક્સિમમ 150000 રૂપિયા છે.
વધુ વાંચો : EPFO મેમ્બર્સને લઇ ગુડ ન્યુઝ, હવેથી આ કામ માટે બેંકોના ચક્કર નહીં લગાવવા પડે
ADVERTISEMENT
અગાઉ ડુપ્લીકેટ DD જાહેર કરવા પર 150 રૂપિયા ચાર્જ લેવાતો હતો. પરંતુ હવે તેને વધારી 200 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ રીતે જ 5000 રૂપિયા સુધીની રોકડ રકમ જમા કરવા પર લાગતા ચાર્જને 200થી વધારી 250 કરી દેવાયો છે.
આ બેંકે લોકર ચાર્જમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રામીણ વિસ્તારમાં નાના લોકર માટે 1000 રૂપિયા, સેમી અર્બનમાં 1250 રૂપિયા અને મેટ્રો અર્બનમાં 2000 રૂપિયા ફી લાગશે. મીડિયમ સાઇઝના લોકર માટે 2200,2500 અને 3500 રૂપિયા ભરવા પડશે. જો સાઈઝ લાર્જ હશે તો ચાર્જ 2500,3000 અને 5500 રૂપિયા થશે. વેરી લાર્જ પર 6000 અને 8000 ચાર્જ થશે. એક્સ્ટ્રા લાર્જ પર દરેક જગ્યાએ 10000 ચાર્જ થશે.
આ સિવાય જો અપૂરતી રકમને કારણે ચેક પરત થાય તો 300 રૂપિયા પ્રતિ ચેકની ફી છે. કરંટ એકાઉન્ટ, કેશ લોન અને ઓડી માટે કોઈ પણ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ ચેક પરત કરવા પર 300 રૂપિયાના હિસાબે ફી લાગશે. પરંતુ ચોથા ચેક પર તે ફી 1000 રૂપિયા પ્રતિ ચેક થઈ જશે. બીજા કારણથી પણ ચેક પરત થવા પર 100 રૂપિયા લેવામાં આવશે. જો કોઈ ટેકનિકલ કારણોસર ચેક પરત ફરે તો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.