બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / દુબઈ ફરવા જવાનો પ્લાન હોય તો વાંચી લેજો, આ કારણથી રદ થઈ રહ્યા છે ભારતીયોના ટુરિસ્ટ વિઝા

નિયમો કડક થયા / દુબઈ ફરવા જવાનો પ્લાન હોય તો વાંચી લેજો, આ કારણથી રદ થઈ રહ્યા છે ભારતીયોના ટુરિસ્ટ વિઝા

Last Updated: 05:41 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં પહેલા વિઝા અરજીઓનો અસ્વીકાર દર 1-2 ટકા હતો, હવે આ દર દરરોજ 5-6 ટકા પર પહોંચી ગયો છે. 100 વિઝા અરજીઓમાંથી દરરોજ 5-6 વિઝા અરજીઓ રિજેક્ટ થઈ રહી છે.

સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ એ તાજેતરમાં પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. વિઝા નિયમોમાં ફેરફારને કારણે ભારતીય પ્રવાસીઓને વિઝા અરજીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે દુબઈ જવા માટે વિઝા મેળવવું સરળ નથી. અગાઉ લગભગ 99 ટકા વિઝા અરજીઓ સ્વીકારવામાં આવતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિઝા અરજીઓના અસ્વીકાર દરમાં નોંધપાત્ર વધારો થયો છે.

વિઝા રિજેક્શનનો દર વધ્યો છે

જ્યાં પહેલા વિઝા અરજીઓનો અસ્વીકાર દર 1-2 ટકા હતો, હવે આ દર દરરોજ 5-6 ટકા પર પહોંચી ગયો છે. 100 વિઝા અરજીઓમાંથી દરરોજ 5-6 વિઝા અરજીઓ રિજેક્ટ થઈ રહી છે. આ નવી પરિસ્થિતિને કારણે પ્રવાસીઓને ન માત્ર વિઝા ફી ગુમાવવી પડી રહી છે. સાથે-સાથે તેમણે અગાઉ કરેલી ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગ કેન્સલ કરવાનો ચાર્જ પણ ચૂકવવો પડી રહ્યો છે.

જાણો શું છે નવા નિયમો

પ્રવાસી વિઝા અરજી અંગે UAE દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો અનુસાર મુસાફરોએ તેમની રિટર્ન ટિકિટની કોપી ઈમિગ્રેશન વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. અગાઉ એરપોર્ટ અધિકારીઓ આ દસ્તાવેજને જોતા હતા. પ્રવાસીઓએ હોટલ રિઝર્વેશનનો પુરાવો આપવો પડશે. જો પ્રવાસીઓ તેમના પરિવારના સભ્યો સાથે રોકાવા જઈ રહ્યા છે, તો તેઓએ તેમના યજમાન પાસેથી તેમના ત્યાં આપ રોકાવવાના છો તેવું પ્રમાણપત્ર પણ બતાવવાનું રહેશે. આ ઉપરાંત પ્રવાસીઓ પાસે દુબઈ જવા માટે પૂરતા પૈસા હોવાની પણ અપેક્ષા છે, આ માટે પ્રવાસીઓએ બેંક સ્ટેટમેન્ટ અથવા સ્પોન્સરશિપ લેટર દર્શાવવો પડશે.

દર વર્ષે લાખો લોકો દુબઈ જાય છે

એ પણ નોંધનીય છે કે એક સમયે દુબઈ માટે લગભગ 99 ટકા વિઝા અરજીઓ સ્વીકારવામાં આવતી હતી, જ્યારે હવે યુએઈના અધિકારીઓ દ્વારા સારી રીતે તૈયાર કરેલી ફાઇલોને પણ નકારી કાઢવામાં આવી રહી છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે દર વર્ષે ભારતમાંથી લાખો લોકો દુબઈની મુલાકાતે આવે છે. 2023માં ભારતમાંથી 60 લાખથી વધુ પ્રવાસીઓ દુબઈ જવાના હતા. જોકે, ઘણા પ્રવાસીઓ નવા નિયમોથી અજાણ છે અને તેના કારણે વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ટીમમાં વધુ એક નામ ઉમેરાયું, ભારતીય મૂળની મહિલાને મળી મોટી જવાબદારી

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visa Rejection Dubai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ