બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / If you have a lot of emotion, take it home and feed it: High Court ruled on the issue of stray dogs

ટિપ્પણી / બહુ લાગણી હોય તો ઘરે લઈ જઈ ખવડાવો: રખડતાં શ્વાન મુદ્દે હાઇકોર્ટે લગાવી ફટકાર

Priyakant

Last Updated: 01:28 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટે આવા લોકોને ચેતવવાનો ખાસ પ્રયાસ કર્યો છે જેઓ જાહેર સ્થળોએ ગમે ત્યાં રખડતા કૂતરાઓને ખવડાવવા લાગે છે

  • બોમ્બે  હાઇકોર્ટે તમામ પ્રાણી પ્રેમીઓને રખડતા પ્રાણીઓ સામે ચેતવણી આપી
  • જેમને રખડતા કૂતરાઓને ખવડાવવાનું હોય તેઓ આ કામ તેમના ઘરે કરે: હાઇકોર્ટ
  • તમને રખડતા કૂતરા પ્રત્યે ઘણો પ્રેમ હોય, તો  આ કૂતરાઓને ઔપચારિક રીતે દત્તક લો: હાઇકોર્ટ 

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે તમામ પ્રાણી પ્રેમીઓને રખડતા પ્રાણીઓ સામે ચેતવણી આપી છે. હાઈકોર્ટે આવા લોકોને ચેતવવાનો ખાસ પ્રયાસ કર્યો છે જેઓ જાહેર સ્થળોએ ગમે ત્યાં રખડતા કૂતરાઓને ખવડાવવા લાગે છે. આ સાથે કોર્ટે ગુરુવારે પોલીસ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને રખડતા કૂતરાઓ સામેની કાર્યવાહીમાં અવરોધ કરનારાઓ સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ સુનીલ શુક્રે અને જસ્ટિસ અનિલ પાનસરેની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે, જેમને રખડતા કૂતરાઓને ખવડાવવાનું હોય તેમણે આ કામ તેમના ઘર સિવાય કોઈ પણ સાર્વજનિક જગ્યાએ ન કરવું જોઈએ.

બોમ્બે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે, જો તમને રખડતા કૂતરા પ્રત્યે ઘણો પ્રેમ હોય, તો  આ કૂતરાઓને ઔપચારિક રીતે દત્તક લો અને તેમને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) સાથે રજીસ્ટ્રેશન પણ કરાવો. પછી જ કૂતરાઓને આવા શ્વાનને દત્તક લેવાની મંજૂરી આપી શકાય. અને કાળજી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જો તમે જાહેર સ્થળે આવું કરતા જોવા મળશે તો દંડ લાદવામાં આવશે. ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, NMCના અધિકારીઓ પર એવો કોઈ પ્રતિબંધ હશે નહીં કે જે ખતરનાક કૂતરાઓ સામે જરૂરી પગલાં લેવાનું ટાળે. અધિકારીઓ સામાન્ય લોકોની ફરિયાદના આધારે રખડતા કૂતરાઓને પકડીને તેમને સ્થળ પરથી દૂર કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આ માટે 'ડોગ કંટ્રોલ સેલ'ની સંપર્ક વિગતોનો પ્રસાર કરીને જાગૃતિ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ માટે ધંતોલી નાગરિક મંડળ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્દેશ આવ્યો છે. આ અરજી સામાજિક કાર્યકર્તા વિજય તલવાર દ્વારા 2006માં દાખલ કરવામાં આવી હતી, જેમાં રખડતા પ્રાણીઓ ખાસ કરીને કૂતરાઓના વધતા જોખમને નિયંત્રિત કરવા વિનંતી કરવામાં આવી હતી. અરજદાર વિજયે ધંતોલી અને કોંગ્રેસ નગર વિસ્તારમાં રખડતા કૂતરાઓ વિશે ફરિયાદ કરી હતી, પરંતુ તેના નિયંત્રણ માટે ભાગ્યે જ કોઈ પગલાં લેવામાં આવ્યા હતા. તેમણે ભૂતપૂર્વ કોર્પોરેટર લખન યેરાવરનું નામ લીધું કે, જેમણે આ કૂતરાઓને પકડીને અને સ્થળાંતર કરીને નાગરિકોને સતત મદદ કરી હતી. જોકે કાર્યકર્તાઓ અને પ્રાણીપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને વાંધો ઉઠાવ્યા બાદ ઝુંબેશ અચાનક બંધ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ