હેલ્થ / દિવસ હોય કે રાત બહુ જ ઉંઘવાની ટેવ હોય તો આજે જ ચેતી જજો, આરોગ્ય માટે છે નુકસાનકાર

If you have a habit of sleeping too much day or night, be aware today, which is detrimental to health

જો દિવસે લાંબો સમય ઉંઘવું તમારો મનપસંદ ટાઇમપાસ છે, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા રિસર્ચમાં એવો ઘટસ્ફોટ થયો છે કે જેમ અપુરતી ઉંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ વધારે પડતી ઉંઘ પણ આરોગ્ય માટે નુકસાનકારક છે. જે લોકો જરૂર કરતા વધારે સુતા હોય છે તેમને હાર્ટ એટેક એટલે કે સ્ટ્રોક થવાનું જોખમ વધારે હોય છે. મેડિકલ જર્નલ ન્યુરોલોજીમાં પબ્લિશ રિસર્ચ મુજબ જે લોકો દિવસે 30 મિનિટના બદલે 90 મિનિટ એટલે કે દોઢ કલાકથી વધુ સુવે છે તેમને લાંબા ગાળે સ્ટ્રોક થવાની સંભાવના 25 ટકા વધારે હોય છે. જોકે આ રિસર્ચ મુજબ રાતે પુરતી ઉંઘ લેનારા લોકો બપોરે નેપ ન પણ લે તો તેમને પણ  સ્ટ્રોકનું જોખમ હોવાનું જણાયું નથી.ઉલ્લ્ખનીય છે કે આપણા આયુર્વેદમાં પણ વામકુક્ષીનો ઉલ્લેખ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ