બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ પ્રકારના સંકેત મળે, તો સમજી લેવું કે હોઇ શકે છે પિતૃદોષ, મુક્તિ માટે અપનાવો આ ઉપાય

ધર્મ / આ પ્રકારના સંકેત મળે, તો સમજી લેવું કે હોઇ શકે છે પિતૃદોષ, મુક્તિ માટે અપનાવો આ ઉપાય

Last Updated: 05:15 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મ મુજબ જે વ્યક્તિને પિતૃદોષ લાગ્યો હોય તેની જિંદગી પરેશાનીઓથી ઘેરાયેલી હોય છે. તેને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં મેહનત કર્યા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી નથી.

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જો વિધિ પૂર્વક પિતૃઓનું તર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ કરવામાં ન આવ્યું હોય તો પરિવાર પિતૃ દોષથી પીડાય છે. જેની કુંડળીમાં પિતૃદોષ હોય તેની જિંદગીમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે. આજે તમને પિતૃદોષના લક્ષણ અને તેના ઉપાય વિશે જણાવીશું.

વધુ વાંચો : ચંદ્રગ્રહણ, જે વૃશ્વિક સહિત આ 5 રાશિના જાતકો માટે લકી સાબિત થશે, ભરાશે ધનના ભંડાર

  • પિતૃદોષના લક્ષણ
    જે વ્યક્તિને પિતૃદોષ હોય તે ગમે તેટલા પ્રયાસ કરે છતાં પણ તેમને સંતાન પ્રાપ્તિ નથી થતી. ઘરમાં પીંપળાનું વૃક્ષ ઊગી જાય તેને પણ પિતૃદોષનું લક્ષણ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ મહેનત કરે છતાં નોકરી અને વ્યાપારમાં સફળતા ન મળે તેને પિતૃદોષ હોઈ શકે છે.
Pitrudosh (2)

આ સિવાય બાળકોનું લગાતાર બીમાર પડવું. પરિવારના સભ્યો સાથે લગાતાર વિવાદ રહેવા. જો એક કરતા વધુ વખત દુર્ઘટના થાય તેને પણ પિતૃદોષના લક્ષણ તરીકે જોવામાં આવે છે. પિતૃદોષના કારણે સફળતા મળતી નથી.

PROMOTIONAL 4
  • પિતૃદોષના ઉપાય
    શાસ્ત્ર અનુસાર, પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા અને પિતૃઓની શાંતિ માટે તેમના નામનું ભોજન અને જળ પિતૃ પક્ષમાં નીકાળવું. પિતૃદોષમાંથી મુક્તિ માટે પિતૃઓનું પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ જરૂરથી કરવું. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓના નામનો દીવો પ્રગટાવો જોઈએ. માન્યતા પ્રમાણે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે અને વંશજોને આશીર્વાદ આપતા હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Pitrudosh Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ