બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વારંવાર બરફ ખાવાનું મન થાય તો ચેતી જજો, હોઈ શકે છે આ બીમારીના લક્ષણ
Last Updated: 12:24 PM, 19 June 2024
ગરમીમાં ઠંડુ ખાવા પીવાનું ખૂબ મન થાય છે. જેમાં અનેક લોકોને બરફ ખાવાની ખૂબ આદત હોય છે. કેટલાક તો પાણીમાં નાખ્યા વગર સીધો બરફ ખાઈ જતાં હોય છે. જો તમને પણ દિવસમાં વારંવાર બરફ ખાવાનું મન થાય છે તો ચેતી જવાની જરૂર છે કેમ કે તેમાં બીમારીનો સંકેત છુપાયેલો હોઈ શકે છે.
ADVERTISEMENT
વારંવાર બરફ ખાવાનું મન થાય તેને પાઈકા ડિસઓર્ડર નામ આપવામાં આવ્યું છે. આ સમસ્યા બાળકો અને ગર્ભવતી મહિલાઓ વધુ જોવા મળે છે. પરંતુ તે સમસ્યા અન્ય લોકોને પણ હોઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે, જે લોકોમાં આયરનની અછત હોય તેને વારંવાર બરફ ખાવાની ઈચ્છા થઈ શકે છે. અથવા જે કોઈ વ્યક્તિ સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં હોય તેને પણ આ ઇટીંગ ડિસઓર્ડર થઈ શકે છે.
ADVERTISEMENT
પાઈકા ડિસઓર્ડર માટે પીરિયડ્સ, પ્રેગન્સી, સ્તનપાન કે ડિહાઈડ્રેશન પણ કારણ હોઈ શકે છે. જો તમે પાઈકા ડિસઓર્ડરના કારણે વારંવાર બરફ ખાઓ છો તો તેના કારણે સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે. તમે તમારી બીમારીને ઇગ્નોર ના કરો. તમારામાં આયરનની અછત હોય શકે છે, તેને તમે અવોઈડ ના કરો. ડૉક્ટર પાસે જરૂરથી સલાહ લો. જરૂર પડે તો ઇલાજ કરાવો.
વધુ વાંચો: વધારે પડતા જંક ફૂડ્સનું સેવન ક્યાંક નુકસાનકારક ન બની જાય, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
વધારે બરફ ખાવાથી દાંતને નુકશાન થઇ શકે છે. બરફથી દાંતના લેયરને ખરાબ રીતે નુકશાન થઇ શકે છે તેનાથી અનેક મુશ્કેલી થાય છે. આ સિવાય પેટમાં કબજિયાત અને ઈન્ફેક્શનનો પણ ખતરો રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.